file photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીની આજે જયંતી ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ દિલ્હીના ‘સદૈવ અટલ’ સ્મારક પહોંચીને વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં અટલ બિહારી વાજપેયીની જયંતી ઉજવી રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શુક્રવારે સદૈવ અટલ સ્મારક પર પહોંચીને પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

PM મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં ટ્વીટ કર્યું- પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મ જયંતી પર શત-શત નમન. પોતાના દૂરંદેશી નેતૃત્વમાં તેઓએ દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈઓ પર પહોંચાડ્યો. એક સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમના પ્રયાસોને હંમેશા સ્મરણ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અટલ જયંતીના અવસર પર ટ્વીટ કર્યું. તેઓએ લખ્યું કે, વિચારધારા-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તથા રાષ્ર્t સમર્પિત જીવનથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરૂઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જયંતી પર તેમને કોટિ કોટિ નમન. અટલજીની કર્તવ્યનિષ્ઠા તથા રાષ્ટ્રસેવા આપણા માટે હંમેશા પ્રેરણાનું કેન્દ્ર રહેશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code