આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુરતના પલસાણાના વરેલી ગામમાં 1000 કરતા પણ વધુ પરપ્રાંતીયોઓનું ટોળું રસ્તા પર આવી ગયું હતું. આ લોકોએ ભેગા થઇને વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે સામે પોલીસે આ ટોળાને કાબુમાં રાખવા માટે ટિયર ગેસનાં સેલ છોડવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે, આ શ્રમિકો યુપી, બિહાર અને ઝારખંડના છએ તેવી માહિતી પણ સામે આવી રહી છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીયો વતન જવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતાં. એક હજારથી વધુ લોકોનું ટોળુ રસ્તા પર આવ્યા બાદ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. આ સાથે જ આ ટોળાએ રસ્તા પરનાં વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતા પલસાણા કડોદરા બારડોલીની પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી. પહેલા તો પોલીસે આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ લોકો ન માનતા સ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયર ગેસનાં સેલ છોડવાની ફરજ પડી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, ગઇકાલે એટલે કે, રવિવારે પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 70થી 80 કામદારોએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ સાથે કામદારોએ સ્થાનિક રાજકીય નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. લાંબા સમયથી પોતાના વતન જવા માંગતા કારીગરોને સરકાર દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લૉક્ડાઉનને પગલે ઉદ્યોગ-ધંધા બંધ થઇ જતા રોજગારી માટે સુરત આવનાર પરપ્રાંતિય કામદારોની કફોડી હાલત થઇ છે.

હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓડિસાના કામદારોને વતન મોકલવાનું છેલ્લા બે દિવસથી શરૂ થયું છે. પરંતુ હજી પણ યુપી, બિહાર અને ઝારખંડના કામદારોને વતન મોકલવામાં માટે રાજય સરકાર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. તેવા સંજોગોમાં પાંડેસરા જીઆઇડીસીમાં કામ કરતા અને પાંડેસરા પત્રકાર કોલોની વિસ્તારમાં રહેતા યુપી, બિહાર અને ઝારખંડના કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code