ભાભરઃ વિશ્વ ચકલી દિવસે માનવતા ગ્રુપ દ્રારા પાણીના કુંડાનું વિતરણ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) આજે ચકલી દિને નિમિત્તે બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું. એક સમય હતો જ્યારે ઘર આંગણે ચકલી ના ચી ચી અવાજથી મીઠીં નીંદર આવી જતી હતી. પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગી વચ્ચે ચકલીની ચી ચી બંધ થઇ અને મોબાઈલની ટ્રીન ટ્રીન એ માનવ જિંદગીની ઊંઘ હરામ
 
ભાભરઃ વિશ્વ ચકલી દિવસે માનવતા ગ્રુપ દ્રારા પાણીના કુંડાનું વિતરણ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

આજે ચકલી દિને નિમિત્તે બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું. એક સમય હતો જ્યારે ઘર આંગણે ચકલી ના ચી ચી અવાજથી મીઠીં નીંદર આવી જતી હતી. પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગી વચ્ચે ચકલીની ચી ચી બંધ થઇ અને મોબાઈલની ટ્રીન ટ્રીન એ માનવ જિંદગીની ઊંઘ હરામ કરી નાખી છે. સાથે સાથે બદલાતી જીવનશૈલી વચ્ચે મકાનોની બાંધણી બદલાતા ચકલીઓ પણ ઓછી થઇ અને તેનો કલરવ પણ આજે ખૂબ જ ઓછો જોવા મળે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં માનવતા ગ્રુપ દ્રારા ચકલીઓ માટે દયા દાખવીને સરાહનીય કામગીરી કરી છે. આજે નવી પેઢીના બાળકોને ચકલી જોવા માટે વિડીઓ પર ચકી બેનનું ગીત સાંભળવું પડે છે. આજે લુપ્ત થતા ચકલી યુગને પાછો લાવવા સમગ્ર વિશ્વ આજે ચકલી દિવસની ઉજવી કરી રહ્યું છે. ત્યારે ભાભર ખાતે માનવતા ગ્રુપ ભાભર દ્વારા અનેક સેવાકીય પ્રવુતિ કરે છે. ત્યારે આજ રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાભરમાં ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતુ.