બોલીવૂડઃ વિરાટે ટ્વિટ કરીને આપી ખુશખબર, બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા

અટલ સમાચાર, ડેસ્ક ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાવવાનું છે. બંને માતા પિતા બનવાના છે અને આ ખુશી વિરાટે પોતે અનુષ્કા સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરીને વ્યક્ત કરી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. વિરાટે શેર કરેલી તસવીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે
 
બોલીવૂડઃ વિરાટે ટ્વિટ કરીને આપી ખુશખબર, બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા

અટલ સમાચાર, ડેસ્ક

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાવવાનું છે. બંને માતા પિતા બનવાના છે અને આ ખુશી વિરાટે પોતે અનુષ્કા સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરીને વ્યક્ત કરી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. વિરાટે શેર કરેલી તસવીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડના સૌથી પાવર કપલમાં સામેલ છે. બંને સ્ટાર્સ પોત પોતાના ફિલ્ડમાં શાનદાર કામ કરીને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ ઈન્ટાગ્રામ પર એક ફેને અનુષ્કાને પૂછ્યું હતું કે શું તમારા નીકટના લોકો તમને બેબી પ્લાનિંગ માટે નથી પૂછતા? તમારા અને વિરાટના લગ્નને ઘણો સમય થઈ ગયો છે. જેના પર અનુષ્કાએ કહ્યું હતું કે કોઈ પૂછતું નથી. ફક્ત સોશિયલ મીડિયા પર જ લોકો પૂછે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કામની વાત કરીએ તો વિરાટ કોહલી આગામી મહિનેથી શરૂ થનારી આઈપીએલ માટે યુએઈમાં છે. વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે અને 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઈપીએલની 13મી સિઝન માટે ટીમ સાથે હાલ યુએઈમાં છે.