રમતગમત

IND vs AUS : પુજારાએ ફટકાર્યા 123 રન, ભારતનો સ્કોર 250/9

એડિલેડ ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં 87.5 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 250 રન બનાવ્યા છે.

એડિલેડ ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં 87.5 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 250 રન બનાવ્યા છે. જે સારો સ્કોર ગણી શકાય છે. રમત દરમિયાન 86 રન ઉપર પાંચ ખેલાડીઓ પેવેલિયન ભેગા થઇ ગયા હતા. સતત વિકેટ પડવાની સ્થિતિ વચ્ચે પુજારાએ રમતને સંભાળી હતી. અને એડિલેડની મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પુજારાએ સદી ફટકારી હતી. પુજારાએ 246 બોલમાં સાત ફોર અને 2 સિક્સની મદદથી 123 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ તેમની ઓસ્ટ્રેલિયામાં પહેલી અને કુલ 16મી ટેસ્ટ સદી હતી.

 

 

 

 

 

 

 

 

પુજારા ઉપરાંત રોહિત શર્માએ 37, રિષભ પંત અને આર અશ્વિને 25-25, વિરાટે 3, કેએલ રાહુલે 2, રહાણેએ 13, મુરલી વિજયે 11 અને ઇશાંત શર્માએ ચાર રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી છ રન બનાવીને અણનમ છે. જ્યારે જસપ્રીત બુમરાહના રૂપમાં ભારત પાસે એક બેટ્સમેન બચ્યો છે. જે કાલે મેદાનમાં ઉતરશે.

એસ્ટ્રેલિયા માટે મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, પૈટ કમિંસ અને નાથન લાયને બે બે વિકેટો પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાની આ ત્રિપુટી સ્ટાર્ક, હેઝવુડ અને કમિંસનો દબદબો ચોખ્ખો નજર આવે છે.

ભારતઃ મુરલી વિજય,લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયાઃ- માર્કસ હૈરિસ, એરન ફિંચ, ઉસ્માન ખ્વાઝા, શોન માર્શ, પીટર હૈડસકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન, પેન્ટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, જોસ હેજલવુડ, નાથન લિયોન.