બ્રેકિંગ@ડીસા: વેપારીના ગોડાઉને SOG પોલીસ હતી, DySP કરશે તોડની તપાસ

અટલ સમાચાર, મહેસાણા ડીસા પંથકમાં બટાકાના વેપારીનો તોડ થયાની ચર્ચા વાયરલ થયા બાદ પોલીસમાં ચર્ચા વધી ગઇ છે. આક્ષેપની ગંભીરતા જોઇ બનાસકાંઠા એસપીએ અટલ સમાચાર ન્યુઝ પોર્ટલના અહેવાલને પગલે તપાસ આપી છે. સીસીટીવી ફુટેજમાં કથિત પોલીસ બીજી કોઇ નહિત પરંતુ SOGની ટીમ હતી. પરપ્રાંતિયોની તપાસના ભાગરૂપે વેપારીના મથકે પોલીસ ગઇ હોવાનું એસપીએ સ્વિકારી તોડને આક્ષેપ
 
બ્રેકિંગ@ડીસા: વેપારીના ગોડાઉને SOG પોલીસ હતી, DySP કરશે તોડની તપાસ

અટલ સમાચાર, મહેસાણા

ડીસા પંથકમાં બટાકાના વેપારીનો તોડ થયાની ચર્ચા વાયરલ થયા બાદ પોલીસમાં ચર્ચા વધી ગઇ છે. આક્ષેપની ગંભીરતા જોઇ બનાસકાંઠા એસપીએ અટલ સમાચાર ન્યુઝ પોર્ટલના અહેવાલને પગલે તપાસ આપી છે. સીસીટીવી ફુટેજમાં કથિત પોલીસ બીજી કોઇ નહિત પરંતુ SOGની ટીમ હતી. પરપ્રાંતિયોની તપાસના ભાગરૂપે વેપારીના મથકે પોલીસ ગઇ હોવાનું એસપીએ સ્વિકારી તોડને આક્ષેપ સામે તપાસના આદેશ કર્યા છે.

બ્રેકિંગ@ડીસા: વેપારીના ગોડાઉને SOG પોલીસ હતી, DySP કરશે તોડની તપાસ

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રાણપુરમાં કોલ્ડ સ્ટોરેજના વેપારી સાથે કથિત પોલીસે તોડ કર્યાની ચર્ચા બાદ ઘટસ્ફોટ થયો છે. વેપારીના કોલ્ડ સ્ટોરેજના કમ્પાઉન્ડમાં દેખાતી ગાડી બનાસકાંઠા પોલીસની તેમજ સાદા કપડામાં દેખાતા કર્મચારી એસઓજીના હોવાનું બહાર આવ્યુ છે. સમગ્ર મામલે બનાસકાંઠા પોલીસના સુત્રો દ્વારા સામે આવ્યુ છે કે, SOG P.I સહિતના રૂટીન તપાસમાં વેપારીની ઓફીસે ગયા હતા.

ઘટનાની વિગત માટે અહિં ક્લિક કરો : ચકચાર@ડીસા: કથિત પોલીસે વેપારીનો અઢી લાખનો તોડ કર્યો, પિડીત તપાસમાં

બ્રેકિંગ@ડીસા: વેપારીના ગોડાઉને SOG પોલીસ હતી, DySP કરશે તોડની તપાસ

પરપ્રાંતિયોની વિગતો માટે જીલ્લાભરમાં તપાસ ચાલુ હોઇ તેના ભાગરૂપે બનાસકાંઠા એસઓજી વેપારીના સ્થળે ગઇ હતી. બનાસકાંઠા એસ.પી. પ્રદીપ સેજુળે જણાવ્યુ હતુ કે, કથિત પોલીસ નહિ પરંતુ બનાસકાંઠા જીલ્લાની જ પોલીસ તપાસના ભાગરૂપે વેપારીના કોલ્ડ સ્ટોરેજ ઉપર ગઇ હતી. જોકે, ગંભીર આક્ષેપોની વિગતો અટલ સમાચાર ડોટ કોમ દ્વારા ધ્યાને આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

બ્રેકિંગ@ડીસા: વેપારીના ગોડાઉને SOG પોલીસ હતી, DySP કરશે તોડની તપાસ

ડીસા DySP ઉપાધ્યાયને સંબંધિતોના સમગ્ર મામલે નિવેદન લઇ આક્ષેપોની સત્યતા ચકાસવા જણાવાયુ છે. જો વેપારી સાથે પોલીસે તોડ કર્યો હોવાનું સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે પોલીસ વિરૂધ્ધ થયેલ આક્ષેપોમાં સત્યતા નહિ હોય તો વેપારી સાથે તોડની વિગતો વાયરલ કેમ થઇ તે સહિતની બાબતે તપાસ થશે.