બ્રેકિંગ@ગુજરાત: આ 5 મોટા શહેરોમાં 17 એપ્રિલ સુધી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વધતાં કોરોના કહેર વચ્ચે ગઈકાલે 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કર્યા બાદ આજે ફરીથી પાંચ મહાનગરો માટે મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યના પાંચ મોટા શહેરોમાં આજથી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. રાજ્યની કોર્ટોમાં 50 ટકા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અટલ
 
બ્રેકિંગ@ગુજરાત: આ 5 મોટા શહેરોમાં 17 એપ્રિલ સુધી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વધતાં કોરોના કહેર વચ્ચે ગઈકાલે 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કર્યા બાદ આજે ફરીથી પાંચ મહાનગરો માટે મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યના પાંચ મોટા શહેરોમાં આજથી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. રાજ્યની કોર્ટોમાં 50 ટકા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઇકોર્ટનો કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરતની તમામ કોર્ટમાં કામગીરી બંધ રહેશે. વડોદરા, જામનગરની તમામ કોર્ટમાં પણ ફિજિકલ કામગીરી કરવામાં નહીં આવે. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાને કારણે 17 એપ્રિલ સુધી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. હાલ માત્ર કોર્ટ સ્ટાફ અને અર્જન્ટ સુનાવણી માટે જ વકીલને પ્રવેશ આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.