સાવધાન@ગુજરાતઃ આ 3 જીલ્લાઓમાં પેરા મિલિટરી ફોર્સની 5 કંપનીઓ ફાળવાઈ

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો માધ્યમોને આપતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે. જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદમાં
 
સાવધાન@ગુજરાતઃ આ 3 જીલ્લાઓમાં પેરા મિલિટરી ફોર્સની 5 કંપનીઓ ફાળવાઈ

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો માધ્યમોને આપતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે. જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે તેમજ રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ કાર્યરત રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્યના ક્લસ્ટર કોરન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બને તથા આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા મળી રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. લૉકડાઉન દરમિયાન લૉકડાઉનનો ભંગ બદલ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ પોલીસ દ્વારા ડીટેઇન કરેલા વાહનો મુક્ત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આર.ટી.ઓ એમ બે કચેરીએ જવું ન પડે તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય તે હેતુથી લૉકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજ સુધીમાં કુલ 4,463 ગુનાઓ હેઠળ 9,920 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી 88 ગુનાઓ નોંધીને 149 લોકોની અટકાયત કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ-706 ગુનાઓમાં કુલ 1,194 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ 36 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-202 ગુનાઓ હેઠળ 365 લોકોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત સોશ્યિલ મીડિયાનો દુરૂપયોગ કરનારના જુદા-જુદા 9 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે.