ચકચાર@વાંકાનેરઃ કેફી પદાર્થ પીવડાવી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયું

અટલ સમાચાર, ડેસ્ક મોરબીના વાંકાનેરમાં ડ્રેસીસની દુકાનમાં કામ કરવા માટે જતી 15 વર્ષની સગીરાને દુકાનદારે જ હવસનો શિકાર બનાવતા વાંકાનેર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર ફરિયાદીની સગીર વયની દીકરી છેલ્લા 4 મહિનાથી આરોપી વસીમ કાઝીની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતી હતી. ત્યારે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી હતી જે
 
ચકચાર@વાંકાનેરઃ કેફી પદાર્થ પીવડાવી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયું

અટલ સમાચાર, ડેસ્ક

મોરબીના વાંકાનેરમાં ડ્રેસીસની દુકાનમાં કામ કરવા માટે જતી 15 વર્ષની સગીરાને દુકાનદારે જ હવસનો શિકાર બનાવતા વાંકાનેર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ચકચાર@વાંકાનેરઃ કેફી પદાર્થ પીવડાવી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયું
file photo

માહિતી અનુસાર ફરિયાદીની સગીર વયની દીકરી છેલ્લા 4 મહિનાથી આરોપી વસીમ કાઝીની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતી હતી. ત્યારે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી હતી જે બાદ સગીરાને બેહોશ કરે તેવું પીણું કોલ્ડ્રિંક્સમાં મિલાવીને પીવડાવી બેભાન કરી નાખી હતી. ત્યાર બાદ તેને સગીર સાથે જાતીય પ્રવેશ હુમલો કર્યો હતો.

ચકચાર@વાંકાનેરઃ કેફી પદાર્થ પીવડાવી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયું
file photo

એટલુ જ નહિ આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ ભોગ બનનાર પીડિતાને માર મારી હતી જે બાદ તે ભાનમાં આવતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 (2) એચ.આઈ., 328, 323, 504, 506 (2) તેમજ પોસ્કો એક્ટ કલમ 3 એ, 4 , 16 મુજબ ગુનો નોંધવામા આવ્યો છે.