સરાહનિય@સુરત: AAPના 22 વર્ષિય મહિલા કોર્પોરેટરે લોકોના ઘરે-ઘરે જઈને માગ્યું કામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં લોકોના કામ કરવા માટે લોકોને નેતાઓના ઘરે ધક્કાઓ ખાવા પડે છે. પરંતુ સુરતમાં પહેલી ઘટના સામે આવી છે કે, જ્યાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઘરે-ઘરે જઈને કામ માગી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારની જીત સાથે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ મજબૂત બનતું દેખાય છે. ત્યારે AAPના કોર્પોરેટર
 
સરાહનિય@સુરત: AAPના 22 વર્ષિય મહિલા કોર્પોરેટરે લોકોના ઘરે-ઘરે જઈને માગ્યું કામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં લોકોના કામ કરવા માટે લોકોને નેતાઓના ઘરે ધક્કાઓ ખાવા પડે છે. પરંતુ સુરતમાં પહેલી ઘટના સામે આવી છે કે, જ્યાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઘરે-ઘરે જઈને કામ માગી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારની જીત સાથે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ મજબૂત બનતું દેખાય છે. ત્યારે AAPના કોર્પોરેટર હવે ઘરે-ઘરે જઈને કામ માગી રહ્યા છે. લોકોના કામ કરવા માટે લોકોને નેતાઓના ઘરે ધક્કાઓ ખાવા પડે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરાહનિય@સુરત: AAPના 22 વર્ષિય મહિલા કોર્પોરેટરે લોકોના ઘરે-ઘરે જઈને માગ્યું કામ

સુરતના અલગ-અલગ વોર્ડમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ પહોંચ્યા હતા. જ્યાં લોકોની શું સમસ્યા છે. અને તેના કયા કામ અટકી રહ્યા છે. તે મુદ્દે સામેથી લોકો પાસે પહોંચ્યા છે. સુરતમાં સૌથી નાની ઉંમરના કોર્પોરેટર પાયલ સાકરિયા પણ વોર્ડ-16મા લોકો પાસે લોકોની સમસ્યાનું નિવારણ લાવવા પહોંચ્યા હતા. ચૂંટાયા બાદ તો કોર્પોરેટરો દેખાતા નથી. ત્યારે કોર્પોરેટર પાયલ સાકરિયા ખુદ લોકો પાસે પહોંચી કામ માંગતાં સરાહનિય બાબત સામે આવી છે. તેઓ વિસ્તારમાં આવતી સોસાયટીમાં ઘરે ઘરે જઇ લોકોને મળ્યા હતા.