કોરોનાનો ખતરો: આ સ્થળે 3 કેસમાં લક્ષણો નહી, છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાને લઇને ગતરોજ વધુ ત્રણ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ તમામ પોઝિટિવ વ્યક્તિઓમાં કોરોનાના કોઈ દેખીતા લક્ષણો ન હતા. શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. જ્યારે જિલ્લાનાં કેસ મળી કુલ 27 લોકો કોરોના પોઝિટિવ બહાર આવી ચુક્યા છે. 35 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ દર્દી ઝુબેદાબેનનો પુત્ર રાંદેર ગોરાટ
 
કોરોનાનો ખતરો: આ સ્થળે 3 કેસમાં લક્ષણો નહી, છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાને લઇને ગતરોજ વધુ ત્રણ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ તમામ પોઝિટિવ વ્યક્તિઓમાં કોરોનાના કોઈ દેખીતા લક્ષણો ન હતા. શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. જ્યારે જિલ્લાનાં કેસ મળી કુલ 27 લોકો કોરોના પોઝિટિવ બહાર આવી ચુક્યા છે. 35 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ દર્દી ઝુબેદાબેનનો પુત્ર રાંદેર ગોરાટ રોડ ખાતે આવેલી મેરુલક્ષ્મી સોસાયટીમાં રહેતા સોહિલ અબ્દુલ સત્તાર પટેલ કોરોનાગ્રસ્ત માતા ઝુબેદા પટેલના સંપર્કમાં આવ્યા હતા અને કોરોનાનો ચેપ લાગ્યો. વિનોદની જેમ જ સોહીલને પણ પ્રાથમિક તપાસમાં કોઈ લક્ષણો દેખાયા ન હતા પણ મનપા દ્વારા સેમ્પલો લેવાયા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

23 વર્ષિય યુવક પોઝિટિવ, લોખાત હોસ્પિટલનાં ડ્રાઈવરનો રૂમ પાર્ટનર છે. રાંદેરની અલ-અમીન રેસિડન્સીનાં કોરોના પોઝિટિવ અહેસાન ખાનને લોખાત હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈ જનાર ડ્રાઈવર સાજીદ અંસારીનો રૂમ પાર્ટનર અને લોખાત હોસ્પિટલમાં હેલ્થ કેર વર્કર તરીકે કામ કરતા વિનોદ શાંતિલાલ ગાવિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 63 વર્ષ, દિવ્ય વસુંધા એપાર્ટમેન્ટ શાકભાજી લે-વેચનું કામ કરતાં સેમ્પલ કોમ્યુનીટી ટેસ્ટીંગ દરમિયાન લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તારીખ 3 સુધી એપીએમસી આવતા જતા હતાં.

જિલ્લામાં કોરાના પોઝિટિવનો આંકડો 27 પર પહોંચ્યો છે. જે પૈકી ચારના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. હોટસ્પોટ એવા રાંદેર, બેગમપુરામાંથી 128 લોકોના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આઠના રિપોર્ટ પેન્ડિંગ હોવાની માહિતી કમિશનરે આપી હતી. જોકે, આ વિસ્તારમાં સતત કોરોના પોઝિટિવના દર્દીની સંખ્યા વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તરમાં દવાના છંટકાવ સાથે લોકોને માસ્ક ક્વૉરન્ટિન કરવામાં આવ્યા છે. અંદાજિત 97 હજાર લોકોને તંત્ર દ્વારા પોતાના ઘરમાં રાખીને સારવાર કરવા સાથે ડોરતું ડોર સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે.