કોરોનાઃ આ જીલ્લામાં રાજ્યની પ્રથમ કોવિડ 19 હૉસ્પિટલ તૈયાર કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં કોરોના સામે લડવા માટે ખાસ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. સુરતમાં સિવિલ હૉસ્પિટલ ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. આ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકાય તે માટે તંત્રએ તેને કોરોના માટેની ખાસ હૉસ્પિટલ બનાવી દીધી છે. આવતીકાલ ગુરુવારથી આ હૉસ્પિટલ કાર્યરત થઈ જશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
કોરોનાઃ આ જીલ્લામાં રાજ્યની પ્રથમ કોવિડ 19 હૉસ્પિટલ તૈયાર કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કોરોના સામે લડવા માટે ખાસ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. સુરતમાં સિવિલ હૉસ્પિટલ ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. આ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકાય તે માટે તંત્રએ તેને કોરોના માટેની ખાસ હૉસ્પિટલ બનાવી દીધી છે. આવતીકાલ ગુરુવારથી આ હૉસ્પિટલ કાર્યરત થઈ જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સારવાર માટે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ખાસ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી હતી. સુરતમાં સિવિલ હૉસ્પિટલ ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. જેમાં થોડું જ કામ બાકી હતું. આરોગ્ય મંત્રીએ આ હૉસ્પિટલને જ કોરોનાની હૉસ્પિટલ બનાવી દેવા તેમજ 100 બેડની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે આ હૉસ્પિટલ ખાતે 100 નહીં પરંતુ 250 બેડની ICU હૉસ્પિટલ બનાવવામાં આવી છે.

આજે ગુજરાતના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જાતે જ હૉસ્પિટલની મુલાકાત લઈને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુરુવારથી આ હૉસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ હૉસ્પિટલને ગુજરાતની પ્રથમ કોરોના માટેની હૉસ્પિટલ કહી શકાય. આ હોસ્પિટલ દરેક સુવિધા સાથે અત્યાધુનિક બને તે માટે અધિકારીઓ અને તંત્રએ ખૂબ મહેનત કરી હતી. સુરતમાં માત્ર બે જ દિવસમાં હૉસ્પિટલ તૈયાર કરીને તંત્રએ એક દાખલો બેસાડ્યો છે. કોવિડ 19 હોસ્પિટલ 10 માળની છે. આ આખી હૉસ્પિટલ ICU છે.