દેશઃ અધધ લાઇટબિલ જોઇ હરભજન ભડક્યો, આખા મોહલ્લાનું આપી દીધું કે શું?

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય સ્પિન બોલર હરભજન સિંહ ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અનેક સામાજિક મુદ્દાઓને લઈને ટ્વિટ કરતો રહે છે. જોકે, આ વખતે તેણે પોતાની જ મુશ્કેલી સોશિયલ મીડિયા પર શૅર કરી છે. મૂળે, ‘ભજ્જી’ના ઘરનું લાઇટ બિલ ઘણું વધારે આવ્યું છે જેનાથી પરેશાન થઈને તેણે ફરિયાદ કરી છે.
 
દેશઃ અધધ લાઇટબિલ જોઇ હરભજન ભડક્યો, આખા મોહલ્લાનું આપી દીધું કે શું?

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય સ્પિન બોલર હરભજન સિંહ ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અનેક સામાજિક મુદ્દાઓને લઈને ટ્વિટ કરતો રહે છે. જોકે, આ વખતે તેણે પોતાની જ મુશ્કેલી સોશિયલ મીડિયા પર શૅર કરી છે. મૂળે, ‘ભજ્જી’ના ઘરનું લાઇટ બિલ ઘણું વધારે આવ્યું છે જેનાથી પરેશાન થઈને તેણે ફરિયાદ કરી છે. છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં લોકોના ઘરોના લાઇટ બિલ સામાન્યથી ઘણા વધુ આવી રહ્યા છે જેને લઈને અનેક લોકો ફરિયાદ કરી ચૂક્યા છે. હરભજન સિંહથી પહેલા તાપસી પન્નૂ, હુમા કુરૈશી જેવી અનેક બૉલિવૂડ સેલિબ્રિટીઓ પણ વધતા લાઇટ બિલને લઈ ટ્વિટ કરી ચૂક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હરભજન સિંહે વધેલા બિલને લઈ કરી ફરિયાદ – હરભજન સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે, તેનું લાઇટ બિલ આ વખતે 33,900 રૂપિયા આવ્યું છે. તેણે જણાવ્યું કે, આ બિલ સામાન્યથી 7 ગણું વધારે છે. હરભજને પોતાના ટ્વિટમાં ત્રણ ઇમોજી મૂકીને અદાણી ઇલેક્ટ્રીસિટી મુંબઈને ટૅગ કરીને લખ્યું કે, આટલું બિલ આખા મોહલ્લાનું આપી દીધું લાગે છે? ત્યારબાદ ભજ્જીએ આ ઇલેક્ટ્રીસિટી કંપની તરફથી આવેલા બિલવાળો મેસેજે પોસ્ટ કરતાં લખ્યું, નોર્મલ બિલથી 7 ગણું વધારે? વાહ.

દેશઃ અધધ લાઇટબિલ જોઇ હરભજન ભડક્યો, આખા મોહલ્લાનું આપી દીધું કે શું?

નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે ભારતમાં લાંબા સમયથી ક્રિકેટ પર બ્રેક વાગી ગઈ હતી. એવામાં ઘણા ખેલાડીઓની જેમ હરભજન સિંહ પણ ઘરમાં પરિવારની સાથે જ સમય પસાર કરી રહ્યો હતો. જોકે, હવે આઈપીએલની વાપસીની સાથે હરભજન સિંહની પણ વાપસી નક્કી માનવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવેલી ટૂર્નામેન્ટનું આયોજન 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે યૂએઈમાં થશે.