દેશઃ ઑલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ જીતાડનાર હૉકીના દિગ્ગજ સીનિયરનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય હૉકી ટીમને ત્રણ ગોલ્ડ મેડલ જીતાડનારા હૉકીના દિગ્ગજ બલબીર સિંહ સીનિયરનું સોમવાર સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. તેમના વિભિન્ન અંગો
 
દેશઃ ઑલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ જીતાડનાર હૉકીના દિગ્ગજ સીનિયરનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય હૉકી ટીમને ત્રણ ગોલ્ડ મેડલ જીતાડનારા હૉકીના દિગ્ગજ બલબીર સિંહ સીનિયરનું સોમવાર સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. તેમના વિભિન્ન અંગો પર અસર પડી રહી હતી. 95 વર્ષીય બલબીર સિંહ સીનિયરને ગયા વર્ષે પણ શ્વાસ સંબંધી તકલીફના કારણે અનેક સપ્તાહ સુધી ચંદીગઢની PGIMIRમાં રહેવું પડ્યું હતું.

બલબીર સિંહ સીનિયર માત્ર ભારત જ નહીં દુનિયાના સૌથી મોટી ખેલાડીઓમાં સામેલ છે. દેશના મહાખેલાડીઓમાંથી એક બલબીર સિનિયર આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલા આધુનિક ઑલિમ્પિક ઈતિહાસના 16 મહાન ઑલિમ્પિયનોમાં સામેલ હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બલબીર સિંહ સીનિયરે લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબર્ન (1956) ઑલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. હેલસિંકી ઑલિમ્પિકમાં નેધરલેન્ડ્સની વિરુદ્ધ 6-1થી મળેલી જીતમાં તેઓએ 5 ગોલ કર્યા હતા અને તે રેકોર્ડ હજુ પણ તોડી નથી શકાયો. તેઓ 1975 વર્લ્ડ કપ વિજેતા ભારતીય હૉકી ટીમના મેનેજર પણ રહી ચૂક્યા છે.