દેશઃ રાજકોટમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ, ક્રિકેટ રસિકો મોજમાં

અટલ સમાચાર, ડેસ્ક મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં
 
દેશઃ રાજકોટમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ, ક્રિકેટ રસિકો મોજમાં

અટલ સમાચાર, ડેસ્ક

મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક બદલાવ કરી શકે છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે, આખરે વિરાટ રાજકોટમાં કઈ પ્લેઈંગ ઈલેવનની સાથે ઉતરશે.

એક મેચમાં કારમી હારને કારણે વિરાટ રોહિત, ધવન અને કેએલમાંથી કોઈને નહિ હટાવે. મુંબઈમાં ધવન અને કેએલએ મજબૂત બેટિંગ કરી હતી. પરંતુ ટીમ રનની રફ્તાર યોગ્ય રીતે કરી ન શકી. વિરાટ રાજકોટમાં ત્રણેય પ્લેયર પાસેથી એ જ આશા રાખશે કે, ત્રણેય તેજીથી રન બનાવે. મુંબઈમાં વિરાટ કોહલી ચોથા ક્રમ પર આવ્યો હતો. જોકે, આ મેચમાં ક્રમ સાથે કોઈ વધુ લેવાદેવા નથી, પરંતુ તેમ છતા વિરાટ પોતાનો નંબર ફરીથી ત્રીજો કરી શકે છે. આવામાં કેએલ રાહુલ ચોથા ક્રમ પર આવી શકે છે. શ્રેયસ અય્યર ભલે મુંબઈમાં ચાલ્યો નહિ, પરંતુ તેનુ હટવુ મુશ્કેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટીમમાં પંતની જગ્યા વિરાટ કોહલી કેદાર જાધવને આપી શકે છે. વિકેટ કીપર તરીકે સંજુ સૈમસન કે અન્ય કોઈને બોલાવવામાં આવ્યા નથી. આવામાં સ્પષ્ટ છે કે, વિરાટ ટીમમાં મજબૂત બેટિંગ ક્રમ ઈચ્છે છે. જાધવ ટીમને મજબૂતીની સાથે એક સ્પીનરનો વિકલ્પ આપી શકે છે.ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં આ નામ સામેલ હોઈ શકે છે. વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, રવિન્દ્ર જાડેજા, યર્જુર્વેદ ચહલ/કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી.