આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ તેમનુઅને તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પહેલો વર્લ્ડ કપ જીતિયો હતો.

જેવી કપિલ દેવ અંગે આ સમાચાર સામે આવ્યા, સોશિયલ મીડિયા પર તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ભારતને પોતાની કેપ્ટનસીમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની ગણતરી વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાં કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કપિલ દેવે તેમના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન્ડે મેચ રમ્યા. તેમના નામ ટેસ્ટમાં 2548 રન અને 434 વિકેટ નોંધાયેલી છે. વન ડે ઇન્ટરનેશનલ કરિયરમાં તેમણે 3783 ન બનાવવાની સાથે 253 વિકેટ નોંધાયેલી છે. તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટઇન્ડિઝ સામે ફરિદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code