આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વાનખેડે મેદાન પર ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 67 રનોથી હરાવીને ટી20 સીરીઝ પર કબજો કરી લીધો. ટીમ ઈન્ડિયાએ ટી20 સીરીઝ 2-1થી જીતી. મુંબઈમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 240 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો, જેના જવાબમાં વિન્ડીઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ પર 173 રન જ બનાવી શકી. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો કે.એલ. રાહુલ રહ્યો, જેણે 91 રનની ઇનિંગ રમી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 70 અને રોહિત શર્માએ 71 રન કર્યા. બોલરોમાં દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ ઝડપી.

ધમાકેદાર ઓપનિંગ – ટીમ ઈન્ડિયાની જીતનો પાયો રાખ્યો તેની ધમાકેદાર ઓપનિંગે. રોહિત શર્મા અને કેએલ રાહુલએ પહેલી વિકેટ માટે 70 બોલમાં 135 રન ફટકાર્યા. રાહુલ અને રોહિતે પાવરપ્લેમાં 12ના રન રેટથી 72 રન કર્યા. ટીમ ઈન્ડિયાએ 100નો આંકડો 8મી ઓવરમાં જ પૂરો કરી દીધો. બસ અહીંથી ટીમ ઈન્ડિયાએ પાછળ વળીને જોયું નહીં અને ટીમ ઈન્ડિયાએ 240 રનનો સ્કોર ઊભો કર્યો. રોહિત શર્માએ 71 અને કેએલ રાહુલે 91 રનોની ઇનિંગ રમી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાવરપ્લેમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન – 240 રનનો સ્કોર ખડક્યા બાદ હવે ટીમ ઈન્ડિયાને સારી બોલિંગની પણ જરૂર હતી ખાસ કરીને પાવરપ્લેમાં. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ આવું જ કરી દર્શાવ્યું અને મુંબઈની પિચ પર પાવરપ્લેની 6 ઓવરમાં માત્ર 41 રન આપ્યા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલરોએ 3 વિકેટ પણ ઝડપી જેના કારણે મહેમાન ટીમ દબાણમાં આવી ગઈ.

શાનદાર ફીલ્ડિંગ – ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ છેલ્લી બે મેચોની તુલનામાં કમાલની રહી. ટીમ ઈન્ડિયાને પાવરપ્લેમાં જે વિકેટ મળી તે સારી ફીલ્ડિંગનું પરિણામ હતું. અય્યર અને રાહુલે સારા કેચ પકડ્યા. શિવમ દુબેએ તો ડાઇવ લગાવીને પૂરનનો કેચ પકડ્યો અને તે ખોતું પણ ન ખોલાવી શક્યો.

25 May 2020, 10:52 AM (GMT)

COVID-19 Global Stats

5,575,160 Total Cases
347,122 Death Cases
2,356,295 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code