ક્રિકેટઃ મહેન્દ્રસિંહ ધોની જમ્મુ કાશ્મીરમાં સરહદની રખેવાળી કરશે

અટલ સમાચાર,ડેસ્ક ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી એમ.એસ. ધોની 15 દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે સમય પસાર કરશે. તેઓ 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી અહીં સૈનિકોની સાથે રહેશે. આ દરમિયાન તેઓ 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયનની સાથે સમય પસાર કરશે. આ યુનિટ કાશ્મીરમાં તહેનાત છે અને વિક્ટર ફોર્સનો ભાગ છે. ધોની આ દરમિયાન પેટ્રોલિંગ, ગાર્ડ
 
ક્રિકેટઃ મહેન્દ્રસિંહ ધોની જમ્મુ કાશ્મીરમાં સરહદની રખેવાળી કરશે

અટલ સમાચાર,ડેસ્ક

ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી એમ.એસ. ધોની 15 દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે સમય પસાર કરશે. તેઓ 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી અહીં સૈનિકોની સાથે રહેશે. આ દરમિયાન તેઓ 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયનની સાથે સમય પસાર કરશે.

આ યુનિટ કાશ્મીરમાં તહેનાત છે અને વિક્ટર ફોર્સનો ભાગ છે. ધોની આ દરમિયાન પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરશે. 38 વર્ષીય ધોનીએ BCCIને પહેલા જ જણાવી દીધુ હતુ કે તેઓ બે મહિના સુધી કોઈ પણ ક્રિકેટ રમશે નહીં.

આ અંગે ધોનીએ કહ્યું હતુ કે તેઓ સૈનિકો સાથે સમય પસાર કરશે. ધોની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પૂર્વ ભારતીય કેપ્ટનને 2011માં લેફ્ટિનન્ટ કર્નલની માનદ રેન્ક સોંપાઈ હતી. ત્યારથી માત્ર એક વાર તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ધોની પહેલા પણ જમ્મુ કાશ્મીર જઇ ચુક્યાં છે. વર્ષ 2017માં ધોની જમ્મુ કાશ્મીરનાં બારામૂલા ગયા હતા. જ્યાં તેમણે આર્મી તરફથી આયોજીત ક્રિકેટ મેચમાં વિશેષ અતિથી તરીકે હાજરી આપી હતી. ધોનીએ આ મેચ આર્મીનાં યુનિફોર્મ પહેરીને જોવા પહોંચ્યાં હતાં.