ક્રિકેટ@સેમિફાઈનલઃ ભારત ન્યૂઝીલેન્ડની આ ત્રણ કમજોરી જાણી મેળવી શકે ફાઈનલની ટિકીટ

અટલ સમાચાર, ડેસ્ક વર્લ્ડ કપ 2019નો પહેલો સેમીફાઈનલ મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર આજે 3-30 કલાકે રમાશે. લીગ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર રહેલ ભારતીય ટીમ કોઈપણ વર્લ્ડ કપ મુકાબલામાં 16 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો રમશે. ન્યૂઝીલેન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ અંતની ત્રણ સતત મેચ હાર્યા બાદ
 
ક્રિકેટ@સેમિફાઈનલઃ ભારત ન્યૂઝીલેન્ડની આ ત્રણ કમજોરી જાણી મેળવી શકે ફાઈનલની ટિકીટ

અટલ સમાચાર, ડેસ્ક

વર્લ્ડ કપ 2019નો પહેલો સેમીફાઈનલ મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર આજે 3-30 કલાકે રમાશે. લીગ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર રહેલ ભારતીય ટીમ કોઈપણ વર્લ્ડ કપ મુકાબલામાં 16 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો રમશે. ન્યૂઝીલેન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ અંતની ત્રણ સતત મેચ હાર્યા બાદ આ ટીમને કમજોર ગણવામાં આવી. 2015 વર્લ્ડ કપની ઉપવિજેતા રહેલ આ ટીમ સંતુલિત તો છે પરંતુ હાલના વર્લ્ડ કપના લીગ મેચમાં ન્યૂઝીલેન્ડની કેટલીય કમજોરીઓ સામે આવી ગઈ છે. ટીમ ઈન્ડિયા વિરોધી ટીમની કમજોરી જાણી લોર્ડ્સમાં ફાઈનલ રમવા માંગશે.

કમજોરી-1

ક્રિકેટ@સેમિફાઈનલઃ ભારત ન્યૂઝીલેન્ડની આ ત્રણ કમજોરી જાણી મેળવી શકે ફાઈનલની ટિકીટ

ન્યૂઝીલેન્ડની પહેલી સૌથી મોટી કમજોરી તેમનું ટૉપ ઑર્ડર બેટિંગ ફ્લૉપ થવું રહ્યું છે. વિસ્ફોટક બેટ્સમેન માર્ટિન ગપ્ટિલ હાલના વર્લ્ડ કપમાં ખરાબ રીતે ફ્લૉપ થયા. ભારતીય બોલર્સ સૌથી પહેલા આ ખેલાડીને શરૂઆતી ઓવરોમાં આઉટ કરવા માંગશે. 2015 વર્લ્ડ કપની 9 મેચમાં સૌથી વધુ 547 રન બનાવનાર માર્ટિન ગુપ્ટિલે લીગ સ્ટેજની 8 મેચમાં કુલ 166 રન બનાવ્યા છે. ગુપ્ટિલે પાછલા વર્લ્ડ કપમાં ધુઆંધાર ઈનિંગ રમી હતી અને ટીમની કેટલીય જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય બોલર્સની નજર આ બેટ્સમેનને જલદી જ આઉટ કરવા પર હશે જેનાથી મોટા મેચની ટીમ કહેવાતી ન્યૂઝીલેન્ડને ઓછામાં ઓછા સ્કોર પર રોકી શકાય અથવા તો ટાર્ગેટનો પીછો કરતા પણ આ ટીમ મોટો પડકાર ન આપી શકે. ઓપનર કૉલિન મુનરોના પણ આવા જ હાલ છે. તેમના બેટથી પણ આ ટૂર્નામેન્ટમાં મોટો સ્કોર નથી નીકળ્યો માટે શમી, ભુવિ અને બુમરાહ તેમની વિરુદ્ધ વિશેષ પ્લાન બનાવશે.

કમજોરી-2

કીવી ટીમની બીજી મોટી કમજોરી કેપ્ટન વિલિયમસન પર નિર્ભર છે. જો ન્યૂઝીલેન્ડના બેટ્સમેનના પ્રદર્શન પર નજર નાખવામાં આવે તો આ વાત સ્પષ્ટ છે કે આખરે કેવી રીતે આ ટીમ કેપ્ટન વિલિયમસનના કંધા પર સવાર થઈ વર્લ્ડ ચેમ્પિયન બનવા માંગે છે. એક ડેટા મુજબ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે સૌથી વધુ રન તેમના કેપ્ટને બનાવ્યા છે. તેમણે ટીમ માટે કુલ રનમાં 32 ટકા ખુદ બનાવ્યા છે જ્યારે રૉસ ટેલરે 16 કા, જિમી નીશમે 12.8 ટકા અને માર્ટિન ગુપ્ટિલે 11 ટકા રન બનાવ્યા છે. કેપ્ટન વિલિયમસન જે કોઈપણ મેચમાં ન ચાલી શકે તેમાં આ ટીમ હંમેશા મુશ્કેલીમાં દેખાઈ. વિંડીઝ અને બાંગ્લાદેશ પણ આ ટીમ વિરુદ્ધ જીતતાં જીતતાં હારી ગઈ.

કમજોરી-3

ન્યૂઝીલેન્ડ ટીમનો મિડલ ઓર્ડર પણ કમજોર છે. કેપ્ટનને છોડી કોઈપણ બેટ્સમેન નિરંતર પ્રદર્શન કરવામાં ફ્લોપ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ પહેલા જ પોતાના જીવનના પ્રાઈમ ફોર્મથી પસાર થી રહેલ રૉસ ટેલર રન બનાવવામાં મુશ્કેલી અનુભવતા દેખાયા અને તેમણે 8 મેચની 7 ઈનિંગમાં કુલ 261 રન બનાવ્યા છે. ભારતીય બોલર તેમની કમજોરી પર હોમ વર્ક કરી તેમની વિકેટ ઝડપી લેવા માંગશે.