ક્રિકેટ@વર્લ્ડ કપ: આજથી ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ, આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ઉદ્ઘાટન મેચ

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા ઘણા દિવસથી ક્રિકેટ પ્રેમીઓ જેની રાહ જોઈ રહ્યાં હતા તે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કેનિંગટોન ઓવલના મેદાન પર આજે યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આ સાથે વિશ્વકપની 12મી સિઝનનો પ્રારંભ થઈ જશે. યજમાન ઈંગ્લેન્ડ આ વિશ્વકપમાં પ્રબળ દાવેદારના રૂપમાં મેદાનમાં ઉતરી રહ્યું
 
ક્રિકેટ@વર્લ્ડ કપ: આજથી ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ, આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ઉદ્ઘાટન મેચ

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા ઘણા દિવસથી ક્રિકેટ પ્રેમીઓ જેની રાહ જોઈ રહ્યાં હતા તે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કેનિંગટોન ઓવલના મેદાન પર આજે યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આ સાથે વિશ્વકપની 12મી સિઝનનો પ્રારંભ થઈ જશે. યજમાન ઈંગ્લેન્ડ આ વિશ્વકપમાં પ્રબળ દાવેદારના રૂપમાં મેદાનમાં ઉતરી રહ્યું છે. તો સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ મેચમાં વિજયી પ્રારંભ કરીને ચોકર્ચનો ટેગ દૂર કરવા માટે મેદાનમાં ઉતરશે.

વિશ્વકપના પ્રથમ મેચ પહેલા સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે પ્રથમ મેચમાં રમશે નહીં.

ઈંગ્લેન્ડની ટીમ આઈસીસી વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેની બેટિંગ ખુબ મજબૂત લાગી રહી છે. ઈંગ્લેન્ડ પાસે જોની બેયરસ્ટો અને જેસન રોયના રૂપમાં શાનદાર ઓપનિંગ જોડી છે. તો જો રૂટની પાસે મોટી ઈનિંગ રમવાની ક્ષમતા છે. ચાર નંબર પર કેપ્ટન ઇયોન મોર્ગન જરૂરીયાત પ્રમાણે આક્રમક બેટિંગ કરી શકે છે. તો જોસ બટલર છેલ્લા ઘણા સમયથી લયમાં છે અને તે મેચનું પરિણામ બદલી દેવામાં માહેર છે. બેન સ્ટોક્સ અને મોઇન અલી ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.

તો સાઉથ આફ્રિકાના બેટિંગની જવાબદારી ઓપનર હાશિમ અમલા, ડિ કોક અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના માથે હશે. આ સિવાય અનુભવી ડેવિડ મિલર અને જેપી ડ્યુમિની મીડલ ઓર્ડરમાં પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.