ક્રાઇમ@સુરત: પુત્રવધુની શારીરિક છેડતી કરનારા હવસખોર સસરાની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક સુરતમાં પતિના અવસાન બાદ ચાર મહિનાથી પડદામાં રહેતી યુવાન પુત્ર વધુ પિયર જવાની હતી તે પહેલાં સસરાએ પુત્ર વધુની શારીરિક છેડછાડ કરી હતી. જોકે ઇજ્જત ખાતર બે પુત્રની માતા ચૂપ રહી હતી પણ પડદામાં રહેવાના દિવસો પુરા થયા બાદ, પિયરમાં રહેવા ચાલી ગયેલી પુત્રવધૂએ સસરા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધ
 
ક્રાઇમ@સુરત: પુત્રવધુની શારીરિક છેડતી કરનારા હવસખોર સસરાની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં પતિના અવસાન બાદ ચાર મહિનાથી પડદામાં રહેતી યુવાન પુત્ર વધુ પિયર જવાની હતી તે પહેલાં સસરાએ પુત્ર વધુની શારીરિક છેડછાડ કરી હતી. જોકે ઇજ્જત ખાતર બે પુત્રની માતા ચૂપ રહી હતી પણ પડદામાં રહેવાના દિવસો પુરા થયા બાદ, પિયરમાં રહેવા ચાલી ગયેલી પુત્રવધૂએ સસરા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધ સસરાની ધરપકડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ માનદારવાજાના ખ્વાજાનગરમાં રહેતી 25 વર્ષીય મહિલા પોતાના પતિ બે બાળકો અને સાસુ સસરા સાથે રહેતી હતી. 25 વર્ષીય મહિલાના પતિનું અવસાન ચાર માસ અગાઉ થતા તે તેના ધર્મ મુજબ ચાર મહિના 13 દિવસ માટે પડદામાં રહેતી હતી. ગત 6 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે તે પહેલા માળે પોતાના રૂમમાં સૂતી હતી, ત્યારે તેના 60 વર્ષીય સસરા સતારશાહ જાકશાહ ફકીર ત્યાં આવ્યા હતા અને તેના પગ પાસે બેસી પગ ઉપર હાથ ફેરવવા માંડયા હતા. મહિલાએ તેમ કરવા ના પાડતા વૃદ્ધ સસરાએ મહિલાના કપડાં ઊંચા કરી ગુપ્ત ભાગે હાથ ફેરવતા ફરી તેણે તેમ કરવા ના પાડતા તેના સસરા ત્યાંથી ચાલ્યા ગયા હતા. જોકે બે પુત્રોની માતા એ આ મામલે કોઈને વાત કરી ન હતી. કારણ કે પોતાની ઇજ્જત જાય.

સમગ્ર ઘટનાની વાત મહિલાએ પોતાની માતાને ફોન કરી. તેના માતા-પિતાએ પડદાના દિવસો પુરા થયા બાદ પોલીસમાં ફરિયાદ કરીશું તેમ કહ્યું હતું. પડદાના દિવસ પુરા થતા મહિલા બે દિવસ અગાઉ પોતાના પિયરમાં માતા-પિતાના ઘરે ભાઠેના વિસ્તારમાં ગઈ હતી બાદમાં ગતરોજ તેણે સસરા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસે વૃદ્ધ સસરાની ધરપકડ કરી હતી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે