ક્રાઇમ@સુરત: દિયરના લગ્નની વાત તોડાવવા ભાભીએ તમામ હદ વટાવી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીની અડાજણના જે યુવાન સાથે લગ્નની વાત ચાલતી હતી તે તોડાવવા માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફત ચારિત્ર્ય અંગે કરાયેલા મેસેજ પાછળ યુવાનની ભાભી હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવાનની ભાભીની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ તેમણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, યુવતી ઘર માટે યોગ્ય નથી
 
ક્રાઇમ@સુરત: દિયરના લગ્નની વાત તોડાવવા ભાભીએ તમામ હદ વટાવી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીની અડાજણના જે યુવાન સાથે લગ્નની વાત ચાલતી હતી તે તોડાવવા માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફત ચારિત્ર્ય અંગે કરાયેલા મેસેજ પાછળ યુવાનની ભાભી હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવાનની ભાભીની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ તેમણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, યુવતી ઘર માટે યોગ્ય નથી તેવું લાગતા આમ કર્યું હતું.

સુરતમાં સતત સાઇબર ક્રાઇમ માં ફરિયાદો વધી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા મૂળ જૂનાગઢના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીની પરિવાર મારફતે અડાજણ વિસ્તરમાં રહેલા યુવાન સાથે લગ્નની વાત ચાલી રહી હતી તે તોડાવવા માટે અજાણ્યાએ પોતાની ઓળખ યુવતીના પ્રેમી તરીકે આપી યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને અન્ય ત્રણ એકાઉન્ટથી ચારીત્ર્ય અંગે ખોટા મેસેજ કર્યા હતા. એટલું જ નહીં ઇન્સ્ટાગ્રામ ઉપર ધમકી આપી બાદમાં યુવાનના ઘરે ચિઠ્ઠી મૂકી તેમાં યુવતી અને તેની ભાભીના ચારીત્ર્ય અંગે પણ બિભત્સ વાતો લખી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બનાવમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, મેસેજ કરનાર કોઈ અન્ય નથી પરંતુ યુવાનની 27 વર્ષીય ભાભી હોવાની વાત સામે આવી હતી પોલીસે યુવાન ની ભાભી ની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરુ કરતા ભાભીએ ચોંકવનારી વિગતો આપી હતી. જેંમા તેના એક વર્ષ અગાઉ જ લગ્ન થયા છે અને તેને પરિવાર દિકરીની જેમ રાખે છે. જયારે દિયર માટે અમરોલી વિસ્તરમાં રહેલી અને વરાછા વિસ્તારમાં કામ કરતી યુવતી જોવા ગયા ત્યારે યુવતી યુવાનની ભાભીને ખાસ ઠીક લાગી નોહતી. વધુમાં ઉમેર્યુ હતુ કે, તેમને લાગ્યું હતું કે, યુવતી પરિવાર માટે યોગ્ય નથી અને પરિવારમાં ચર્ચા દરમિયાન પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો.

યુવાનની ભાભીને લાગતું હતું કે યુવતી ઘરમાં એડજસ્ટ થઈ શકશે નહીં. તે યુવાન અને યુવતીની સગાઈ થાય તે પહેલા સંબંધ આગળ વધે નહીં તે માટે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે જયારે યુવાન ની ભાભી ધરપકડ કરી ત્યારે તેના સાસરીયાઓ ચોંકી ઉઠયા હતા. જોકે, તે પાછળનું કારણ જાણ્યા બાદ સાસરીયાઓએ તેને માફ કરી હતી અને ઘરે લઇ ગયા હતા.