ક્રાઇમ@સુરત: સસરાએ પૂત્રવધુ પર હુમલો કર્યો, માથું ફાટતાં 18 ટાંકા આવ્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મહિલા પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે ત્યારે સુરતમાં પુત્રના આપઘાત બાદ ઘર કંકાસને લઇને આપઘાત કર્યા વહેમ સાથે સસરા દ્વારા પુત્ર વધુને ઘરમાં મગજ મારી કરે છે તેવો વહેમ રાખીને તેના પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. વિધવા પુત્રવધુ પર સસરાએ
 
ક્રાઇમ@સુરત: સસરાએ પૂત્રવધુ પર હુમલો કર્યો, માથું ફાટતાં 18 ટાંકા આવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મહિલા પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે ત્યારે સુરતમાં પુત્રના આપઘાત બાદ ઘર કંકાસને લઇને આપઘાત કર્યા વહેમ સાથે સસરા દ્વારા પુત્ર વધુને ઘરમાં મગજ મારી કરે છે તેવો વહેમ રાખીને તેના પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. વિધવા પુત્રવધુ પર સસરાએ ડમ્બલ્સ વડે હુમલો કરતા પુત્રવધુનું માથામાં 18 ટાંકા આવ્યા હતા. આ મામલે પોલીસે સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં એક બાજુ લૉકડાઉન કાર્યરત છે ત્યારે સુરત સહિત દેશભરમાં મહિલાઓ પરના અત્યાચારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવાાં સુરતના અમરોલી વિસ્તારમાં એક હિચકારા હુમલાની ઘટના નોંધાઈ છે. આ ઘટનામાં ફરિયાદી પ્રિયંકાબેને પોતાના સસરા વિરુદ્ધ ડમ્બલ્સથી માર મારી જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. અમરોલીની મનિષા સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન બંસુના લગ્ન ચેતન બંસુ સાથે થયા હતા. ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ચેતન બંસુએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. ત્યારબાદથી પ્રિયંકા બંસુ પોતાના 8 વર્ષના પુત્ર કનિશ્ક સાથે સસરાના ઘરે જ રહેતા હતા.

પુત્રએ વહુના કારણે આપઘાત કરી લીધો હોવાનો વહેમ રાખી અને સસરા દ્વારા તેના પર અમાનુષી અત્યાચાર ગુજરાવામાં આવતો હતો. દરમિયાન સસરાએ પ્રિયંકાને ઘરમાં મગજમારી કેમ થાય છે તેવું કહીને ડમ્બલ્સના 3-4 ઘા મારી દેતા લાચાર પ્રિયંકા બહેનનું માથું ફૂટી ગયું હતું અને તેમના માથેથી લોહીની ધાર વહેવા લાગી હતી. સારવાર દરમિયાન તેમના માથે ટાંકા આવ્યા હતા. હુમલામાં ઘવાયેલા પ્રિયંકાબહેનની મદદે સાસુ વિમલબેન અને દિયર મહેન્દ્રભાઈ આવ્યા હતા અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન તેમને સારવારમાં 18 ટાંકા આવ્યા બાદ પ્રિયંકા બહેને પોતાના સસરા વિરુદ્ધ ફિરયાદ નોંધાવી હતી.

આ બાબતે સુરતની અમરોલી પોલીસે સસરા ચંદુભાઈ બલીરામ બંસુ વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સહિત દેશભરમાં એક અહેવાલ મુજબ લૉકડાઉનમાં મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓ ચરમસીમાએ છે ત્યારે આગામી દિવસોમાં જો લૉકડાઉન લંબાય તો આવી ઘટનાઓ વધુ ઘટવાનું જોખમ છે.