ક્રાઇમ@સુરત: ધોળાદિવસે જાહેરમાં છરીના ઘા ઝીંકી કુખ્યાત ઇસમની હત્યાથી ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરત ગુનાખોરીનું હબ બની રહ્યું હોઇ તેમ દિવસેને દિવસે લૂંટ-હત્યાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે સરથાણા વિસ્તારમાં જાહેરમાં ધોળાદિવસે એક ઇસમની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મૃતક ઇસમ આણંદનો કુખ્યાત ઇસમ સિધ્ધાર્થ રાવ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ પોલીસે
 
ક્રાઇમ@સુરત: ધોળાદિવસે જાહેરમાં છરીના ઘા ઝીંકી કુખ્યાત ઇસમની હત્યાથી ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત ગુનાખોરીનું હબ બની રહ્યું હોઇ તેમ દિવસેને દિવસે લૂંટ-હત્યાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે સરથાણા વિસ્તારમાં જાહેરમાં ધોળાદિવસે એક ઇસમની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મૃતક ઇસમ આણંદનો કુખ્યાત ઇસમ સિધ્ધાર્થ રાવ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા નજીક જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને શખ્સની હત્યા કરી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ઇસમ આણંદનો કુખ્યાત સિદ્ધાર્થ રાવ હોવાનું પણ સામે આવ્યું છે. સિદ્ધાર્થ રાવ પર ચપ્પું વડે હુમલો કરી કેટલાક શખ્સો ફરાર થઈ ગયા છે. સમગ્ર ક્રાઈમ ઘટના પાછળ રૂપિયાનો મામલો હોવાનું પણ સામે આવ્યું છે. રૂપિયા લેવા માટે આણંદનો સિદ્ધાર્થ સુરત પહોંચ્યો હતો. જ્યાં અચાનક તેના પર હુમલો થયા બાદ સિદ્ધાર્થને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.