આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વરાછા વિસ્તારમાં ભાઈ ભાભી સાથે રહેતી યુવતી મધ્ય રાત્રે બાથરૂમ જવા નીકળી હતી. આ દરમ્યાન બાજુની રૂમમાં રહેતા રત્નકલાકર અને તેના મિત્ર દ્વારા યુવતી પોતાની રૂમમાં લઈ જઇને તેની સાથે શારીરિક છેડતી કરી હતી. ત્યારબાદ આ ઘટના કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી છોડી મૂકી હતી. જોકે યુવતી સમગ્ર ઘટના મામલે પરિવારને જાણકારી આપતા પરિવારે રત્નકલાકર અને તેના મિત્ર વિરુદ્ધ પોલીસ મથક માં ફરિયાદ કરતા પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડીમાં રહેતી 23 વર્ષીય યુવતી પોતાના ભાઈ ભાભી સાથે રહે છે. ગતરોજ આ યુવતી મધ્ય રાત્રે 1 વાગે રૂમની બહાર ગેલેરીમાં આવેલા કોમન ટોયલેટમાં બાથરૂમ માટે ગઈ હતી ત્યારે તેના રૂમની બાજુમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા જીજ્ઞેશ ધીરૂ ભાઈ મેર અને તેનો મિત્ર ભરત જસાભાઈ રાજપુત ગેલેરીમાં ઉભા હતા. તે પરત ફરતી હતી ત્યારે જિજ્ઞેશે મોઢું દબાવ્યુ હતું અને બંને તેને રૂમમાં લઇ ગયા હતા. જિજ્ઞેશે યુવતીને ખાટલા ઉપર સુવડાવી દીધી હતી જયારે ભરત રૂમની બહાર ચાલ્યો ગયો હતો અને દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. જિજ્ઞેશે કુર્તીની ચેન ખોલી છાતીના ભાગે હાથ ફેરવી છેડતી કરતા યુવતીએ મારા ભાઈભાભીને કહી દઈશ તેમ કહ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોપી જિજ્ઞેશે બે-ત્રણ તમાચા મારી દઇ અને તેના ઘરમાં પડેલ કપડા ધોવાનો ધોકો યુવતીના કમરની નીચે થાપાના ભાગે મારી ધમકી આપી હતી કે, આ વાત તું તારા ભાઇને કહીશ તો હું તારા ભાઇને જાનથી મારી નાખીશ અને તને પણ મારી નાખીશ. એમ કહીને ધમકી આપી હતી તે સમયે યુવતીના મકાનની લાઈટ શરૂ થતા રૂમની બહાર પહેરો ભરતા ભરતે દરવાજો ખોલી યુવતીના ઘરની લાઈટ ચાલુ થઇ છે તેમ કહેતા જિજ્ઞેશે યુવતીને ધક્કો મારી યુવતીને બહાર મોકલી દીધી હતી જેથી યુવતક પોતાના ઘરે જતી રહી હતી.

આ બંને ઇસમોથી ત્રાસેલી યુવતીએ સમગ્ર ઘટનાની જાણકારી પોતાના ભાઈ ભાભીને કરી હતી. જેને લઈને યુવતી સાથે પરિવાર વરાછા પોલીસ મથકે પહોંચીને આ બંને રત્નકલાકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે યુવતીની ફરિયાદના આધારે રત્નકલાકર અને તેના મિત્ર ની ધરપકડ કરી આ બંને યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code