આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકોને ઘરની બહાર નીકળવાની તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી રહી છે. લોકડાઉનની સ્થિતિમાં બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કોરોના વાયરસની મહામારીમાં પણ નરાધમો કુકર્મ કરવાથી પણ અચકાતા નથી. ત્યારે નાની બાળકી પર બળાત્કારની વધુ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં નરાધમ ચાર વર્ષની બાળકીને અશ્વનિકુમાર રોડ પર આવેલા સ્મશાન ગૃહની નજીક ઊંચકીને લઇ ગયો હતો ત્યારબાદ ઝાડી-ઝાંખરામાં લઇને નરાધમે નાની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ સમગ્ર ઘટનાની જાણ બાળકીના પરિવારને થતાં તેમને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકીને હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ખસેડતા બાળકી પર બળાત્કાર થયો હોવાનો ખુલાસો થયો હતો.

સમગ્ર મામલે પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે નરાધમની શોધખોળ કરવા માટે આ વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા નરાધમ રેલવે ફાટક તરફ બાળકી લઈ જતો હોવાનું CCTVમાં કેદ થઈ ગયો હતો. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે નરાધમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીને પકડવા માટે ડોગ સ્કવોર્ડ અને ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લીધી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code