ક્રાઇમ@સુરત: લોકડાઉનમાં યુવાનની પથ્થરના ઘા મારી હત્યા કરી દેવાતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝ ત્રણ રસ્તા નજીક લોહીલૂહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ટૂંકી સારવાર બાદ આ યુવકનું મોત થયું હતું. જોકે આ યુવાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઇજા હોવાના નિશાન મળ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળના CCTV ચકાસતા તેમાં અજાણ્યા યુવાને માર
 
ક્રાઇમ@સુરત: લોકડાઉનમાં યુવાનની પથ્થરના ઘા મારી હત્યા કરી દેવાતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક

સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝ ત્રણ રસ્તા નજીક લોહીલૂહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ટૂંકી સારવાર બાદ આ યુવકનું મોત થયું હતું. જોકે આ યુવાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઇજા હોવાના નિશાન મળ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળના CCTV ચકાસતા તેમાં અજાણ્યા યુવાને માર મારી હોવાની ઘટના કેદ થઇ ગઇ છે. આ ઘટના બાદ પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કોરોના વાઇરસ ને લઇને લોકડાઉન હોવાને લઈને અલગ અલગ ઉધોગ બંધ હોવાને આ ઉંધીગો માં કામ કરતા લોકો કારીગર અટવાઈ પડવાનો વારો આવ્યો છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ અમરોલી-સાયણ રોડ સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝ 2 નજીક ત્રણ રસ્તા નહેર પાસેથી એક યુવાનની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતા તેને સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ યુવાને આ મામલે પોલીસે તપાસ કરતા આ યુવાન મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લા નો વતની બિજય આરક્શીત મલિક હોવાનું બહાર આવ્યુ હતુ. આ યુવાન રાધા ટેક્સટાઇલ, અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ બેમાં કામ કરતો હતો અને ત્યાં રહેતો હતો. જોકે પોલીસે વધુ તપાસ કરતા પોલીસે ઘટના સ્થળની તપાસ કરતા લોહી વાળો પથ્થર મળી આવ્યો હતો. ઉપરાંત યુવાને પહેરેલા જીન્સ પેન્ટમાંથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

લોહીલૂહાણ હાલતમાં હૉસ્પિટલમાં ખસેડાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા રિપોર્ટમાં અને ઘટના સ્થળેથી મળેલા લોહી વાળા પથ્થરના આધારે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જેમાં અંજની ઇન્ડસ્ટ્રીઝના તિર્થ ટેક્સટાઇલના ખાતા નં. 342ના સીસીટીવી ફુટેજમાં મૃતક બિજય સાથે એક યુવાન ઝઘડો કરી મારામારી કરતા અને રસ્તા પર પડેલો પથ્થર ઉંચકીને માર માર્યાનું નજરે પડયું હતું. જેથી પોલીસે સીસીટીવી ફુટેજ ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અજાણ્યા યુવાન વિરૂધ્ધ બિજય મલિકની હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક બિજય અંજની ઇન્ડસ્ટ્રીઝના કાપડના કારખાનામાં નોકરી કરતો હતો.