ક્રાઇમ@સુરત: કોરોના વોરિયર્સ પોલીસ પર ટોળાનો પથ્થરમારો, જવાનો ઘવાયા

અટલ સમાચાર,ડેસ્ક સુરતના ડિંડોલીમાં લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસ જવાનો પર લોકોએ પથ્થરમારો કર્યો છે. લોકડાઉન વચ્ચે લોકો રસ્તા પર નીકળી પડતાં પોલીસ જવાનોએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ લોકોએ જીદ્દ પકડી પોલીસ સામે રકઝક કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. લોકોના ટોળાએ પોલીસ જવાનો પર પથ્થરમારો કરતાં પોલીસ જવાનો ઘવાયા છે. અટલ સમાચાર
 
ક્રાઇમ@સુરત: કોરોના વોરિયર્સ પોલીસ પર ટોળાનો પથ્થરમારો, જવાનો ઘવાયા

અટલ સમાચાર,ડેસ્ક

સુરતના ડિંડોલીમાં લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસ જવાનો પર લોકોએ પથ્થરમારો કર્યો છે. લોકડાઉન વચ્ચે લોકો રસ્તા પર નીકળી પડતાં પોલીસ જવાનોએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ લોકોએ જીદ્દ પકડી પોલીસ સામે રકઝક કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. લોકોના ટોળાએ પોલીસ જવાનો પર પથ્થરમારો કરતાં પોલીસ જવાનો ઘવાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં પથ્થરમારાની ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડિંડોલી પહોંચ્યા હતા. ઉપરાંત મોટી પોલીસ ફોર્સ અને SRP જવાનોને ખડકી દેવાયા છે. જ્યારે બીજી તરફ સુરતની હીરાબુર્સમાં મજુરોએ તોડફોડ કરી છે. લોકડાઉનના કારણે કામ બંધ થતાં સુરતના લોકલ કારીગરો અને બહારથી આવેલાં કારીગરોમાં મતભેદ ઉભા થયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકલ કારીગરોની રોજગારી છીનવાતી હોવાથી હીરાબુર્સનું મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર સામે કારીગરો ઉગ્ર બની ઓફિસની સિક્યુરીટી કેબીનની તોડફોડ કરી છે. આ ઉપરાંત વતન ફરવાની માંગને લઈને પણ મુક કારીગરોએ હોબાળો કર્યો હતો.