ક્રાઇમ@સુરત: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં જ્યા કોરાનાનાં કારણે સ્થિતિ બેકાબુ બની છે ત્યારે બીજી તરફ સુરતમાંથી એક ઘટના સામે આવી છે, જેમા એક 41 વર્ષનાં શખ્સે એક 18 વર્ષની છોકરીને પોતાના પ્રેમમાં ફસાવીને તેના પર એક નહી પણ વારંવાર દુષ્કર્મ કર્યુ છે. શખ્સે છોકરીને પોતાનું સાંસારિક જીવન ખરાબ ચાલી રહેલુ છે અને તે તેની પત્નિને છૂટાછેડા આપવાનો
 
ક્રાઇમ@સુરત: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં જ્યા કોરાનાનાં કારણે સ્થિતિ બેકાબુ બની છે ત્યારે બીજી તરફ સુરતમાંથી એક ઘટના સામે આવી છે, જેમા એક 41 વર્ષનાં શખ્સે એક 18 વર્ષની છોકરીને પોતાના પ્રેમમાં ફસાવીને તેના પર એક નહી પણ વારંવાર દુષ્કર્મ કર્યુ છે. શખ્સે છોકરીને પોતાનું સાંસારિક જીવન ખરાબ ચાલી રહેલુ છે અને તે તેની પત્નિને છૂટાછેડા આપવાનો છે તેવુ કહીને તે છોકરીને તેના પ્રેમઝાળમાં ફસાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુષ્કર્મ, મારપીટ અને ધોખાબાજીનાં આરોપી ડૂમસનાં આભવા ગામમાં રહેતો 41 વર્ષીય શખ્સ મેહુલ રમેશ પટેલ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર મેહુલની આ છોકરી પર નજર બગડી હતી. આ સમય દરમિયાન બન્ને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો અને તેણે છોકરીને એક રૂમમાં બંધ કરી દીધી અને તેના પર 6 દિવસ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ પીડિત છોકરી તે મેહુલનાં ઘર પાસેની ગેરેજમાં બેભાન હાલતમાં મળી આવી હતી. પીડિતાની માતાએ આ મામલે ડૂમસ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આઈપીસીની ઘણી કલમો સહિત પોક્સો એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ મુજબ દુષ્કર્મ, મારપીટ અને ધોખાબાજીનાં આરોપી ડૂમસનાં આભવા ગામમાં રહેતો 41 વર્ષીય શખ્સ મેહુલ રમેશ પટેલ છે. તેને એક દીકરો પણ છે. મેહુલ 18 વર્ષની એક છોકરીને પોતાના પ્રેમ ઝાળમાં ફસાવી અને કહ્યુ કે તેની પત્ની નોકરી કરે છે એટલે બંનેની બનતી નથી. પત્નીથી તલાક લઈ છોકરી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. આવું કહી મેહુલ 20 એપ્રિલના દિવસે 18 વર્ષીય છોકરીને પોતાની સાથે લઈ ગયો.

લગ્ન કરવા માટે તે છોકરી પોતાની સાથે લિવિગ સર્ટિફિકેટ અને જન્મ પ્રમાણપત્ર પણ લઈને આવી હતી, જ્યારે મેહુલે આ બધું જોયુ તો તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી તેની સાથે મારપીટ શરૂ કરી. બાદમાં છોકરીને એક રૂમમાં બંધકરી કેટલાય દિવસ સુધી તેના પર દુષ્કર્મ કર્યો હતો. 6 દિવસ બાદ છોકરી મેહુલના ઘરની બાજુવાળઆ ગેરેજમા બેભાન હાલતમા મળી આવી હતી.