સુરત: મસાલો આપવાની ના પાડતા ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન સરકારના આદેશથી પાન, મસાલા, સિગારેટ, બીડી, તમાકુના વ્યવસનીઓની હાલત કફોડી બની છે. બંધાણીઓને પાન-મસાલા ન મળતા હોવાથી તેઓ માંગે એ કિંમત પણ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક માવો લેવા માટે ગયો હતો. જોકે, પાનના ગલ્લાવાળાએ માવો આપવાનો ઇન્કાર
 
સુરત: મસાલો આપવાની ના પાડતા ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન સરકારના આદેશથી પાન, મસાલા, સિગારેટ, બીડી, તમાકુના વ્યવસનીઓની હાલત કફોડી બની છે. બંધાણીઓને પાન-મસાલા ન મળતા હોવાથી તેઓ માંગે એ કિંમત પણ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક માવો લેવા માટે ગયો હતો. જોકે, પાનના ગલ્લાવાળાએ માવો આપવાનો ઇન્કાર કરતા યુવક ઉશ્કેરાયો હતો અને તેના પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જે બાદમાં ગલ્લા માલિકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વરાછા લંબે હનુમાન રોડ પર આવેલા ભરતનગરમાં રહેતો નારાયણ ભૂરારામજી રબારી ગઇકાલે જલારામ અન્નક્ષેત્રમાંથી ભોજન લઇને ઘરે આવતો હતો. આ સમયે ટીકટોક આલુપૂરીવાળા સંતોષ રાજપૂતે આ યુવકને અટકાવ્યો હતો. આ યુવક તેજ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતો હોવાની જાણથી તેની પાસે માવો માંગવામાં આવ્યો હતો. આ યુવકે માવો નહીં હોવાનું કહેતા સંતોષ રાજપૂત અને તેના મિત્રએ તેના ખિસ્સા તપાસવાના શરૂ કર્યા હતા.

જોકે, ગલ્લા માલિકે આવું ન કરવાનું કહેતા સંતોષ અને તેના મિત્રએ યુવક પર હુમલો કરી દીધો હતો. જે બાદમાં સંતોષ રાજપૂતે છરો કાઢી તેના બાવડામાં મારી દીધો હતો. ત્યારબાદ લોકો ભેગા થઇ જતાં બંને ફરાર થઇ ગયા હતા અને પીડિતને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સંતોષ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.