નિર્ણય@ગુજરાત: સુરતથી નિકળતી બસોને અમદાવાદ શહેરમાં પ્રવેશબંધી

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં સુરત કોરોનાનું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યુ છે. આ તરફ ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે સુરતથી મહેસાણા, ઉત્તર ગુજરાત જતી બસ અમદાવાદ શહેરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્રારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર
 
નિર્ણય@ગુજરાત: સુરતથી નિકળતી બસોને અમદાવાદ શહેરમાં પ્રવેશબંધી

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં સુરત કોરોનાનું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યુ છે. આ તરફ ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે સુરતથી મહેસાણા, ઉત્તર ગુજરાત જતી બસ અમદાવાદ શહેરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્રારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. AMC દ્વારા કોરોના ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. સુરતથી આવતા મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. જેમાં સુરતથી અમદાવાદ તરફ આવતી બસોને AMCની હદમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદથી સુરત જતી બસો પર પણ રોક લગાવવામાં આવી છે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સુરતમાં વધતા કોરોનાના કેસો ચિંતાનો વિષય છે. સુરતથી આવતી એસટી બસોને હવે ગીતા મંદિર ડેપો ખાતે પ્રવેશ આપવામાં નહિ આવે. પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતીના કારણે એન્ટ્રી બંધ કરાઇ છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, તંત્ર દ્રારા સાવચેતીના ભાગરૂપે સુરતથી અમદાવાદ શહેરમાં જતી ST બસ બંધ કરવામાં આવી છે. આ સાથે મહેસાણા, ઉત્તર ગુજરાત જતી બસને અમદાવાદ શહેરમાં નહિ પ્રવેશવા દેવાનો નિર્ણય તંત્ર દ્રારા કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. AMC દ્વારા કોરોના ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. સુરતથી આવતા મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.