ધોનીનું સ્ટંપિંગ, એમ્પાયરના નિર્ણય પહેલા જ વોર્નર પેવેલિયન પહોચ્યો

અટલ સમાચાર, ડેસ્ક સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈની ટીમે ટોસ જીતીને હૈદરાબાદને પહેલા બેટિંગ કરવા આમંત્રિત કર્યા હતા. હૈદરાબાદે ચેન્નાઈને 176 રનનું લક્ષ્ય આપ્યું હતું. ચેન્નાઈએ 19.5 ઓવરોમાં જ 176 રન બનાવીને જીત મેળવી લીધી હતી. એમ.એસ.ધોની જેટલી પોતાની ધૂંઆધાર બેટિંગ માટે જાણીતો છે, એટલો જ તે સ્ટંપની પાછળ પોતાની ચપળતા
 
ધોનીનું સ્ટંપિંગ, એમ્પાયરના નિર્ણય પહેલા જ વોર્નર પેવેલિયન પહોચ્યો

અટલ સમાચાર, ડેસ્ક

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈની ટીમે ટોસ જીતીને હૈદરાબાદને પહેલા બેટિંગ કરવા આમંત્રિત કર્યા હતા. હૈદરાબાદે ચેન્નાઈને 176 રનનું લક્ષ્ય આપ્યું હતું. ચેન્નાઈએ 19.5 ઓવરોમાં જ 176 રન બનાવીને જીત મેળવી લીધી હતી.

એમ.એસ.ધોની જેટલી પોતાની ધૂંઆધાર બેટિંગ માટે જાણીતો છે, એટલો જ તે સ્ટંપની પાછળ પોતાની ચપળતા માટે પણ જાણીતો છે. તેનો નજારો મંગળવારે ચેન્નાઈના એમ.એ ચિદમ્બર સ્ટેડિયમમાં જોવા મળ્યો. જ્યારે ધોનીએ વોર્નરને ખૂબ જ ઝડપથી સ્ટંપ આઉટ કરી દીધો અને વોર્નર પણ એમ્પાયરના નિર્ણયની રાહ જોયા વિના જ પેવેલિયનમાં જતો રહ્યો. ડેવિડ વોર્નરે જબરદસ્ત બેટિંગ કરીને 57 રન બનાવ્યા હતા, ત્યારે હરભજનની એક બોલ પર ડેવિડ વોર્નર કવરની તરફ શોટ રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બોલ ચૂકી ગયો. તે દરમિયાન સ્ટંપની પાછળ ઊભેલા ધોનાએ તરત જ બોલને પકડીને જરા પણ સમય ગુમાવ્યા વિના સ્ટંપિંગ કરી દીધું.

આ બધું એટલું જલદી બન્યું કે ડેવિડ વોર્નરને એક પળ માટે તો વિશ્વાસ જ ના થયો. ત્યારબાદ જ્યારે તેણે પોતાનો પગ જોયો તો તે સાધો પેવેલિયન તરફ ચાલવા માંડ્યો, જ્યારે એમ્પાયરે નિર્ણય થર્ડ એમ્પાયરને મોકલ્યો હતો. જોકે, થર્ડ એમ્પાયરે સ્લો મોશનમાં એક્શન રીપ્લે જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે વોર્નર આઉટ જ છે.