આફત@ખેડૂતઃ કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં એકબાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ કમોસમી વરસાદ સાથે વધુ એક મુશ્કેલીએ દસ્તસ દીધી છે. સોરાષ્ટ્રનાં ચોટિલા, અમરેલી અને સાવરકુંડલા સહિતનાં વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કડાકા ભડાકા સાથેના પવન સહિત કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ત્યાંના ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોના
 
આફત@ખેડૂતઃ કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં એકબાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ કમોસમી વરસાદ સાથે વધુ એક મુશ્કેલીએ દસ્તસ દીધી છે. સોરાષ્ટ્રનાં ચોટિલા, અમરેલી અને સાવરકુંડલા સહિતનાં વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કડાકા ભડાકા સાથેના પવન સહિત કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ત્યાંના ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. અહીં થતા તલ, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનાં ઝાપટા પડ્યા છે. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. બાજરી ઘઉં સહિતના ઉભા પાકમાં નુકસાન સાથે કેરીના પાકમાં મોટુ નુકસાન થવાની પૂરી સંભાવના લાગી રહી છે. આ સાથે જસદણના ભાડલા પંથકમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છવાઇ ગયો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. ખેડૂતોને ડુંગળી, બાજરીના પાકને નુકશાનની શકયતા છે.

અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કોટડા પીઠા, પીર ખીજડિયા, સહિતના ગામોમા પવન સાથે વરસાદી માહોલ છવાઇ ગયો છે. ચોટીલા પંથકમાં વરસાદી છાંટા પડ્યા પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ચોટીલા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે તાપમાંથી એકદમ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે. ચોટીલાના આણંદપુર, તાજપર, ચોબારી, ખેરાણા ગામે કમોસમી વરસાદ પડ્યો છે.