આફત@સુરતઃ ડી-માર્ટનો કર્મચારી જ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં એક જ દિવસમાં કોરોના ના બે કેસ પોઝિટિવ આવતા સુરત જિલ્લા આરોગ્ય અને મનપાની આરોગ્ય વિભાગની દોડધામમાં વધારો થયો છે. ઉધના વિસ્તારમાં રહેતા અને પાંડેસરા ના ડી- માર્ટ મોલમાં કામ કરતા 22 વર્ષીય યુવાનનો કોરોનાના રિપોર્ટ પોઝીટીવ આવતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
આફત@સુરતઃ ડી-માર્ટનો કર્મચારી જ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં એક જ દિવસમાં કોરોના ના બે કેસ પોઝિટિવ આવતા સુરત જિલ્લા આરોગ્ય અને મનપાની આરોગ્ય વિભાગની દોડધામમાં વધારો થયો છે. ઉધના વિસ્તારમાં રહેતા અને પાંડેસરા ના ડી- માર્ટ મોલમાં કામ કરતા 22 વર્ષીય યુવાનનો કોરોનાના રિપોર્ટ પોઝીટીવ આવતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં ડી- માર્ટ મોલમાં કામ કરતા 22 વર્ષીય યુવાનનો કોરોનાના પોઝિટિવ કેસ આવતા યુવાનને નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે તેના સંપર્કમાં આવેલ અન્ય આઠ લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે. સુરત મહાનહારપાલિક દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પાંડેસરાના ડી – માર્ટ મોલમાં તારીખ 20 માર્ચ થી 30 માર્ચ દરમ્યાન જે લોકોએ અહીં મુલાકાત કરી છે તેઓએ સામેથી ક્વોરોન્ટાઇન થવું જરૂરી છે. કોરોનાનો વ્યાપ વધુ ના ફેલાય તે માટે સાવચેતી અને સલામતીના ભાગરૂપે લોકોએ જાગૃત થઈ જાતે સામેથી આવવાની જરૂરી છે.