ઘટસ્ફોટ@સુરત: 30 લાખ ન આપવા પડે તે માટે હીરા દલાલની હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક સુરતના કતારગામ ખાતે હીરા દલાલની તેના જ મિત્ર દ્વારા કરવામાં આવેલી હત્યામાં નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આરોપીએ મૃતક હીરા દલાલ પરસ્ત્રી સાથે સંબંધ બાંધવાનો વીડિયો બતાવી બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલે કે કૉલગર્લ સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યા બાદ હત્યા કર્યાનું જણાવ્યું હતું. હવે આ મામલે નવો
 
ઘટસ્ફોટ@સુરત: 30 લાખ ન આપવા પડે તે માટે હીરા દલાલની હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના કતારગામ ખાતે હીરા દલાલની તેના જ મિત્ર દ્વારા કરવામાં આવેલી હત્યામાં નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આરોપીએ મૃતક હીરા દલાલ પરસ્ત્રી સાથે સંબંધ બાંધવાનો વીડિયો બતાવી બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલે કે કૉલગર્લ સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યા બાદ હત્યા કર્યાનું જણાવ્યું હતું. હવે આ મામલે નવો જ ખુલાસો થયો છે. પોલીસને તપાસમાં માલુમ પડ્યું છે કે આરોપીએ હીરા દલાલને રૂ. 30 લાખ ન આપવા પડે તે માટે તેની હત્યા કરીને કૉલગર્લની વાર્તા ઘઢી કાઢી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં હીરા દલાલની હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ દરમ્યાન આરોપી પોલીસને ગોળગોળ વાતો કરતો હતો. જોકે, પોલીસે રિમાન્ડ મેળવીને ઉલટ તપાસ કરતા આ કેસમાં પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હીરા દલાલીનું કામ કરતા કાંતિ રાખોલિયાએ આરોપી સંદિપને 30 લાખ રૂપિયાના હીરા અપાવ્યા હતા. આ હીરા પરત ન આપવા પડે તે માટે તેણે કાંતિની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી સંદિપે ત્રણ વેપારીને ફોન કરીને એવું પણ કહ્યું હતું કે, તેણે તેમને આપવાના રૂપિયા કાંતિને આપી દીધા છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અને મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ ગોરધનભાઇ રાખોલિયા ત્રીજી જૂનના રોજ બપોર બાદ ગુમ થયાનું માલુમ પડતા પરિવારે આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ દરમિયાન મોડી રાત્રે એક યુવાને કતારગામ પોલીસ મથકે આવીને પોલીસને જાણકારી આપી હતી તેનું નામ આશિષ છે. તેના પિતરાઈ ભાઈ જે બપોરથી ગુમ છે તેની હત્યા તેના મિત્ર સંદીપભાઈ વસરામભાઈ પટેલે કરી નાખી છે. તેમજ કતારગામ ગોટાલાવાડીમાં આવેલા બારડોલીયા પ્લોટમાં આવેલ સી/રઘુનંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે તેમની લાશ સંતાડી છે. બનાવ સ્થળે કાંતિભાઈએ પહેરેલા કપડાં અને તેમનું બાઇક સગેવગે કરવા સારૂ સંદીપભાઈ મને સોંપતા હું કામરેજ તરફ મૂકી આવ્યો છું.

શું હતો બનાવ?

શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા યુવાનની તેના મિત્ર અને હીરા વેપારીએ કરપીણ હત્યા કરી નાખી હતી. આ દરમિયાન હીરા દલાલ તેના મિત્ર હીરા વેપારીને મહિલા સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હોવાની વાત સામે આવી હતી. જે બાદ હીરા દલાલને કારખાનામાં મળવા માટે બોલાવી તેના મિત્ર હીરા વેપારીએ જ હત્યા કરી નાખી છે.