અટલ સમાચાર, સુરત
સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે એક બંધ મિલની વિલ્ડિંગમાંથી એડીડાસ, એરઝોક, નાઈકી જેવી બ્રાંડેડ કંપનીનના નકલી શુઝનો જથ્થો પકડાયો છે. આ મિલની બિલ્ડિંગમાંથી કુલ શુઝનો જથ્થો 4394 જોડી પકડાયેલ છે. સુરતના યુવકો સ્નેપડીલ જે ઓનલાઈન વેચાણ કરે છે આ યુવકો નકલી શુઝ ગ્રાહકોને પકડાવતા હતા.
પોલીસના અહેવાલ મુજબ બલેશ્વર ગામે આવેલી જુની સલૂીમ ફેશન મિલની બિલ્ડિંગમાં આ બ્રાંડેડ કંપનીના નકલી શુઝના જથ્થો હોવાની બાતમી સુરત જિલ્લાના LCBને મળતાં સલીમ મિલની બિલ્ડિંગમાં પોલીસે રેડ મારી હતી. ત્યારે પોલીસ બિલ્ડિંગમાં તપાસ કરતા તેમને એડીડાસ, નાઈકી, એરઝોક જેવી હેવી કંપનીનો જથ્થો પકડાયો હતો. પોલીસ દ્વારા મુંબઈથી કંપનીના ઓથોરાઈઝ હક્કો આપેલ લેજિસ્ટર IPR સર્વિસીસ લિ.ના મેનેજરને બોલાવી તેની ખરાઈ કરાવતાં બધાજ શુજનો જથ્થો બ્રાંડેડ કંપનીની નકલ કરીને બનાવેલ તેવુ જણાવેલ છે.
પ્લીકેટ શુઝ સુરતના ફઝલ ટાવર નં 402, અડાજણ પાટિયા સર્કલ ધનમોરા કોમ્પલેક્સની બાજુમાં રહેતો મહંમદ સાહીબ મોહંમદ સાદ્દીક તમ્બુવાલા છેલ્લા ત્રણેક માસથી સ્નેપડીલ મારફતે ઓનલાઈન બુકીંગ કરાવી ગ્રાહકોને વેચાણ કરતો હતો. જ્યારે આ ડુપ્લીકેટ શુઝનો જથ્થો દિલ્હીના કરોબી બાગમાં રહેતા અમીત નાગપાલ નામના યુવાન જોડેથી લવાતો હોવાનું બહાર આવ્યું હતું.
જાણવામાં આવેલુ કે 2 યુવકોએ લોકો તથા બ્રાંડેડ કંપની સાથે છેતરપિંડી કરી કોપીરાઈટનો ભંગ કરી વેપાર કરવા માટે લાવેલ ડુપ્લીકેટ શુઝના જથ્થાને રાખતા પોલીસે કબજે કરેલ છે. તેમજ આ શુઝને મોકલનાર અને વેચનાર બંન્ને ઈસમો વિરૂધ ગુનો નોંધવામાં આવેલ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે.