ચૂંટણીપંચ ક્રિકેટના મેદાન પર મતદાન કરવાનો પ્રચાર કરશે

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ આ વખતે મતદાતાઓને જાગૃત કરવા પર ભાર આપી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચે અલગ આઇડિયા શોધ્યો છે. લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આઈપીએલની મેચોનો ઉપયોગ કરવામાં આવશે. જેની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી
 
ચૂંટણીપંચ ક્રિકેટના મેદાન પર મતદાન કરવાનો પ્રચાર કરશે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ આ વખતે મતદાતાઓને જાગૃત કરવા પર ભાર આપી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચે અલગ આઇડિયા શોધ્યો છે. લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આઈપીએલની મેચોનો ઉપયોગ કરવામાં આવશે. જેની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી મેચથી થઇ ગઇ છે.

મેચમાં મતદાતાઓમાં જાગૃતિ ફેલાવવા માટે બધી સબંધિત સામગ્રી દેખાડવામાં આવી હતી. આ પહેલા ઇલેક્શન કમિશનરે મહારાષ્ટ્રના મુખ્ય નિર્વાચીન અધિકારી સાથે મતદાતા જાગૃતા અભિયાન માટે ક્રિકેટ બોર્ડ સાથે સંપર્ક કરવા કહ્યું હતું કે બીસીસીઆઇના પ્રતિનિધિઓને મળીને તેમને મતદાન પ્રત્યે જાગૃતતા વધારવા સંબધિત સામગ્રી આપવામાં આવી હતી. જે દર્શકોને આપવામાં આવશે. મુંબઈમાં રમનાર બધી મેચોમાં આમ કરવામાં આવશે. લોકોને વોટના મહત્વ વિશે સમજાવવા માટે ખાસ રીતે તૈયાર કરેલ એડ બ્રેક દરમિયાન બતાવવામાં આવશે, આ માટે એફએમ રેડિયોનો પણ ઉપયોગ કરવામાં આવશે.