મહામારીઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોર સુધીમાં જ 186 કેસ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં કોરોનાનો આંક 25 હજારને પાર થઇ ગયો છે. ત્યારે હવે શહેરી વિસ્તારની સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલા કેસો સતત ચિંતાનો વિષય છે. સુરતમાં આજે બપોર સુધીમાં 186 કેસો પોઝિટિવ નોધાયા છે. જેમાં 98 કેસો સુરત ગ્રામ્યના છે જયારે શહેરમાં બપોર સુધીમાં 88 કેસ નોધાયા છે. સુરત શહેર અને જિલ્લાના
 
મહામારીઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોર સુધીમાં જ 186 કેસ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કોરોનાનો આંક 25 હજારને પાર થઇ ગયો છે. ત્યારે હવે શહેરી વિસ્તારની સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલા કેસો સતત ચિંતાનો વિષય છે. સુરતમાં આજે બપોર સુધીમાં 186 કેસો પોઝિટિવ નોધાયા છે. જેમાં 98 કેસો સુરત ગ્રામ્યના છે જયારે શહેરમાં બપોર સુધીમાં 88 કેસ નોધાયા છે. સુરત શહેર અને જિલ્લાના કેસો મળીને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25300 પર પહોચી ગઇ છે. જેમાં સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાના કુલ કેસો બપોરના 88 કેસો ઉમેરાતા 19145 પર પહોચી ગયા છે. જયારે ગ્રામ્યના આજના 98 મળીને 6176 પર આકડો પહોચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરમાં જેરીતે અઠવા વિસ્તારમાં કોરોનાના કેસો મનપાના આરોગ્ય વિભાગ માટે ચિંતા છે તેવીજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં કામરેજ , ઓલપાડ , કિમ , માંગરોળ તેમજ ચૌયાસી વિસ્તારમાં વધી રહેલા કેસોએ પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે. મોતનો આકડો ભલે ઓછો થયો હોય પરંતુ જે પ્રમાણે પોઝિટિવ કેસો અનલોક ફોરમાં વધી રહ્યા છે. તે ખુબજ ગંભીર બાબત છે.

મહામારીઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોર સુધીમાં જ 186 કેસ
જાહેરાત

ઉલ્લેખનીય છેકે સુરત શહેરમાં સરેરાશ અન્ય ઝોન વિસ્તા્માં કોરોના સંક્રમણના આકડા ઘટી રહ્યા છે. ત્યારે મનપાના અઠવા ઝોનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવી છે. મોટા ભાગે લોકો આ વિસ્તારમાં વધારે આવતા હોવાને કારણે આ કેસો વધ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી પણ મનપા હાલ આ વિસ્તારમાં મહતમ ટેસ્ટીગ અને કન્ટેઇન્ટમેન્ટ કરીને કોરોના સંક્રમણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.