મહામારીઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોરે 1 વાગે સુધીમાં 210 કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આજે સુરતમાં બપોર સુધીમાં 210 કોરોના પોઝિટિવ કેસો નોધાય ચૂકયા છે. જે સાંજ સુધીમાં 300ની આસપાસ પહોચી જવાની શક્યતા છે. જે ખુબજ ચિંતાનો વિષય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા જે પ્રમાણે કોરોના સંક્રમણ વધ્યું છે તે ભયાનક છે. કામ માટે બહાર
 
મહામારીઃ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, બપોરે 1 વાગે સુધીમાં 210 કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આજે સુરતમાં બપોર સુધીમાં 210 કોરોના પોઝિટિવ કેસો નોધાય ચૂકયા છે. જે સાંજ સુધીમાં 300ની આસપાસ પહોચી જવાની શક્યતા છે. જે ખુબજ ચિંતાનો વિષય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા જે પ્રમાણે કોરોના સંક્રમણ વધ્યું છે તે ભયાનક છે. કામ માટે બહાર નીકળતા લોકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

સુરતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા આખા દિવસ દરમિયાન 280ની આસપાસ રહે છે. પરંતુ આજે બપોર સુધીમાંજ આ આંકડો 200ને પાર થઇ ગયો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી બપોર સુધીમાંજ 210 કોરોના પોઝિટિવ કેસ નોધાય ગયા છે, સાંજ સુધીમાં આ કેસમાં વધારો નોધાય શકે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ બપોર સુધીમાં 106 કેસ નોધાતા કુલ કેસ સાત હજારને પાર થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ ગ્રામ્ય વિસ્તારમાં 7,773 નોધાયા છે. જયારે શહેરમાં આજે 104 પોઝિટિવ કેસ બપોર સુધીમાં નોધાયા છે. જેને લઇને શહેરમાં કુલ કેસની સંખ્યા 21,606 થઇ ગયા છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ કેસની સંખ્યા 29,379 પર પહોચી છે. જયારે અત્યાર સુધીનો મૃત આંક 927 નોંધાય ચૂકયો છે.