ફેસબુકને અધધધ… 48,848 કરોડ રૂપિયા નફો

અટલ સમાચાર, ડેસ્ક ફેસબુકે બુધવારે ત્રિ-માસિક પરિણામો જાહેર કર્યા હતા. 2018ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિ-માસિકમાં કંપનીને 48,848 કરોડ રૂપિયાનો નફો થયો છે. મનાઈ રહ્યું છે કે અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. 2017ના ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીમાં નફામાં 61 ટકાનો વધારો થયો છે. 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં રેવન્યુ 30 ટકા વધીને 1.20 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. જેમાં
 
ફેસબુકને અધધધ… 48,848 કરોડ રૂપિયા નફો

અટલ સમાચાર, ડેસ્ક

ફેસબુકે બુધવારે ત્રિ-માસિક પરિણામો જાહેર કર્યા હતા. 2018ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિ-માસિકમાં કંપનીને 48,848 કરોડ રૂપિયાનો નફો થયો છે. મનાઈ રહ્યું છે કે અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. 2017ના ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીમાં નફામાં 61 ટકાનો વધારો થયો છે. 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં રેવન્યુ 30 ટકા વધીને 1.20 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. જેમાં એડ રેવન્યુનો સૌથી વધુ 93 ટકા હિસ્સો રહ્યો છે.

યુઝરની સંખ્યા વધી

1. ફેસબુકના ત્રિમાસિક પરિણામોને કારણે અમેરિકાના બજારમાં કંપનીનો શેર બુધવારે આફટર અવર ટ્રે઼ડિંગમાં 12 ટકા ચઢ્યો હતો. તેજીના કારણે કંપનીની માર્કેટ કેપમાં 3.75 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તે 29.42 લાખ કરોડથી વધીને 33.17 લાખ કરોડ રૂપિયા થયો છે.


2. ફેસબુકના રોજીંદા અને માસિક ફેસબુક વપરાશકારોની સંખ્યામાં 8.6 ટકાનો ગ્રોથ થયો છે. 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ડેલી અક્ટિવ યુઝરની સંખ્યા 152 કરોડ અને મંથલી એક્ટિવ યુઝરનો આંકડો 232 કરોડે પહોંચ્યો છે.


3. ફેસબુકના રોજીંદા અને માસિક ફેસબુક વપરાશકારો ઉત્તર અમેરિકાને બાદ કરતા બાકીના વિસ્તારમાં સારા પ્રમાણમાં વધી છે. એશિયા પેસિફિકમાં સૌથી વધુ વધારો થયો છે.


4. ફેસબુકના મંથલી એકટિવ યુઝર U.S. અને Canadaમાં ડિસેમ્બર 2017માં 23.9 કરોડ હતો. જે ડિસેમ્બર 2018માં 24.2 કરોડ થયા છે. યુરોપમાં ડિસેમ્બર 2017માં યુઝરની સંખ્યા 37 કરોડ હતી. જે વધીને ડિસેમ્બર 2018માં વધીને 38.1 કરોડ થઈ છે.


5. અશિયા પેસેફિકમાં ડિસેમ્બર 2017માં વપરાશકારોની સંખ્યા 82.8 કરોડ રૂપિયા હતી. જે વધીને ડિસેમ્બર 2018માં 94.7 કરોડ થઈ છે. બાકીના દેશોમાં ડિસેમ્બર 2017 આ સંખ્યા 69.2 કરોડ હતી. જે વધીને ડિસેમ્બર 2018માં 75 કરોડ થઈ છે.


6. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં પીઆર ફર્મ અને ડેટા લીક જેવા વિવાદો છતા ફેસબુકના પરિણામો સારા રહ્યા છે. યુઝરના સંખ્યા અને રેવન્યુ ગ્રોથ સારો રહેવાને કારણે કંપનીને રેકોર્ડ નફો થયો છે


7. માર્ક ઝુકરબર્ગનું કહેવું છે કે આ વર્ષે કંપની પ્રોડકટ ડેવલોપમેન્ટ પર ફોકસ કરશે. મેસેજિંગ, પેમન્ટ, વિડિયો અને હાર્ડવેરમાં ઈનોવેશન દ્વારા યુઝરને સારી સર્વિસ આપવામાં આવશે. વોટ્સઅપ, ઈનસ્ટ્રાગ્રામ અને મેસેન્જરના ઈન્ટીગ્રેશન પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે.