પ્રાદેશિક ઈતિહાસ લેખનના જનકઃ દુર્ગાશંકર શાસ્ત્રી(1882-1952)

અટલ સમાચાર, ડેસ્ક આજે ગુજરાતમાં પ્રાદેશિક ઈતિહાસ લેખનના જનક દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનો જન્મદિવસ છે. જામનગરમાં જન્મેલા દુર્ગાશંકર શાસ્ત્રીએ ગોંડલ સંસ્કૃત પાઠશાળામાં ધો.10 સુધી અભ્યાસ કર્યો હતો. ઈતિહાસ, તબીબીશાસ્ત્ર અને સંસ્કૃતનો વિશદુ અભ્યાસ શરૂ કર્યો. આજીવિકા માટે ઝંડૂ ફાર્મસી સમેત નાની-મોટી નોકરીઓ કરી, ભાવનગરમાં કવિ કાન્તના પરિચયમાં આવ્યા અને દુર્ગાશંકરનું જીવન પલટાયું. પરિણામે માધવ નિદાન, ઝંડૂ
 
પ્રાદેશિક ઈતિહાસ લેખનના જનકઃ દુર્ગાશંકર શાસ્ત્રી(1882-1952)

અટલ સમાચાર, ડેસ્ક

આજે ગુજરાતમાં પ્રાદેશિક ઈતિહાસ લેખનના જનક દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનો જન્મદિવસ છે. જામનગરમાં જન્મેલા દુર્ગાશંકર શાસ્ત્રીએ ગોંડલ સંસ્કૃત પાઠશાળામાં ધો.10 સુધી અભ્યાસ કર્યો હતો. ઈતિહાસ, તબીબીશાસ્ત્ર અને સંસ્કૃતનો વિશદુ અભ્યાસ શરૂ કર્યો. આજીવિકા માટે ઝંડૂ ફાર્મસી સમેત નાની-મોટી નોકરીઓ કરી, ભાવનગરમાં કવિ કાન્તના પરિચયમાં આવ્યા અને દુર્ગાશંકરનું જીવન પલટાયું. પરિણામે માધવ નિદાન, ઝંડૂ ભટ્ટનું જીવનચરિત્ર, શૈવ ધર્મનો ઈતિહાસ, પુરાણ વિવેચન, ગુજરાતના ધાર્મિક સ્થળો, પ્રશ્નોરા જ્ઞાતિનું દિગ્દર્શન, પ્રબંધ ચિંતામણિ, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, ભગવાનલાલ ઈન્દ્વજીનું જીવનચરિત્ર અને ઈતિહાસ સંશોધન જેવા વૈદક અને આતિહાસને લગતા ગ્રંથો લખાયા. ગુજરાતના ઈતિહાસ પર આટલું વિસ્તૃત, પ્રમાણભૂત અને ઊંડાણપૂર્વક લખનાર દુર્ગાશંકર શાસ્ત્રી પહેલા ગુજરાતી ઈતિહાસકાર હતા એ દ્વારા તેઓએ ગુજરાતમાં પ્રાદેશિક ઈતિહાસ લેખનનો પાયો નાંખ્યો હતો. ઈતિહાસ સાથે એમ.એકે પીએચ.ડી થયા વગર માત્ર મેટ્રિક સુધીના એભ્યાસના જોરે ગુજરાતના ઈતિહાસ લેખનમાં માતબર યોગદાન આપનાર દુર્ગાશંકર શાસ્ત્રી ગુજરાતના સીમાસ્તંભરૂપ ઈતિહાસકાર હતા.