જાણો@ગુજરાત: નાઈટ કર્ફ્યૂમાં S.T બસની મુસાફરી બંધ, પ્રતિબંધિત શહેરમાં બસોને બ્રેક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર આતંક મચાવ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે નાઈટ કર્ફ્યૂની જાહેરાત બાદ S.T વિભાગનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો છે. જેને પગલે સરકારના નિર્ણય બાદ ST વિભાગનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં 4 મહાનગરો અમદાવાદ, સુરત,
 
જાણો@ગુજરાત: નાઈટ કર્ફ્યૂમાં S.T બસની મુસાફરી બંધ, પ્રતિબંધિત શહેરમાં બસોને બ્રેક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર આતંક મચાવ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે નાઈટ કર્ફ્યૂની જાહેરાત બાદ S.T વિભાગનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો છે. જેને પગલે સરકારના નિર્ણય બાદ ST વિભાગનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને પગલે 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ ST બસો નહિ જાય. આ સાથે મુસાફરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં એન્ટ્રી નહીં મળે. આ અંગે એડવાન્સ બુકીંગના પેસેંજરોને ST વિભાગ દ્વારા ટેલિફોનિક સૂચના અપાઈ રહી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે કોરોનાના વધતાં સંક્રમણને લઇ આવતીકાલથી 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. જે મુજબ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.