ગંભીર@સુરત: ભજીયા-ખીચડી બાદ હવે દારૂની પાર્ટી કરતા 3 લોકો ઝડપાયા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને લઈને આજથી લૉકડાઉન 3.0 શરૂ થયું છે. સુરતમાં લૉકડાઉન વચ્ચે ત્રણ લોકો ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. એટલું જ નહીં પોલીસ પૂછપરછમાં આ લોકો દારૂની બોટલ રેડ ઝોનમાંથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે. આથી પોલીસ સાવચેતીના ભાગરૂપે ધરપકડ કરાયેલા લોકોના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. અટલ સમાચાર આપના
 
ગંભીર@સુરત: ભજીયા-ખીચડી બાદ હવે દારૂની પાર્ટી કરતા 3 લોકો ઝડપાયા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઈને આજથી લૉકડાઉન 3.0 શરૂ થયું છે. સુરતમાં લૉકડાઉન વચ્ચે ત્રણ લોકો ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. એટલું જ નહીં પોલીસ પૂછપરછમાં આ લોકો દારૂની બોટલ રેડ ઝોનમાંથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે. આથી પોલીસ સાવચેતીના ભાગરૂપે ધરપકડ કરાયેલા લોકોના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના અમરોલી વિસ્તારમાં ભજીયા પાર્ટી, ખીચડી પાર્ટી, તલવાર વડે કેક કાપવાની ઘટના બાદ હવે દારૂની મહેફિલ સામે આવી છે. અમરોલી વિસ્તારના માથાભારે લાલુ જાલીમ ઉર્ફે અમીત મહેન્દ્રસિંહ રાજપૂતની તા. 1ના રોજ જાહેરમાં તલવાર વડે બર્થ ડે કેક કાપી ઉજવણી કરવાના ગુનામાં પોલીસે તેના 15 મિત્રો સહિત ધરપક્ડ કરી હતી. ધરપક્ડ બાદ તમામને પોલીસે જામીન પર મુક્ત કર્યા હતા. જામીન મુક્ત થયા બાદ લાલુ જાલીમના ત્રણ મિત્ર અમરોલીના 99 શોપિંગ સેન્ટરમાં ઓફિસ નં. 406માં દારૂની મહેફિલ માણવા એક્ઠા થયા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ટીમે ઉપરોકત ઠેકાણે દરોડા પાડયા હતા. જયાંથી રૂપેશ સનત સોની, કિરણ યશવંત કોસંબીયા અને હિતેશ બેચર મહેતાને દારૂની 4 નંગ બોટલ અને 5 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 41,400ના મુદ્દામાલ ઝડપાયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ફાઇનાન્સનો ધંધો કરતા રૂપેશની ઓફિસમાં ત્રણેય મિત્રો દારૂની મિજબાની માણવા એકઠા થયા હતા અને દારૂની બોટલ ક્લસ્ટર જાહેર કરવામાં આવેલા કોસાડ આવાસ એચ-2ની પાછળ રહેતા બુટલેગરે આપી હોવાની કબૂલાત કરી હતી. જે બાદમાં પોલીસે ઉપરોક્ત ત્રણેય જણાનો કોરોનાનો ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.