ભેટ@શિક્ષકઃ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આંબાની ૧૦ હજાર કલમો આપી

અટલ સમાચાર,ડેસ્ક સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ૨૦૧૮થી સેવાનિવૃત્ત થયા છે. છોટુભાઈ પટેલે તાલુકાની ૧૩૭ જેટલી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦ હજાર જેટલી આંબાની કલમો એનાયત કરીને પર્યાવરણના પડકારો સામે બાથ ભીડી છે. છોટુભાઈ પટેલ કહે છે કે, સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. જયારે સ્કુલમાં બાળકોને અભ્યાસ કરાવતો ત્યારે
 
ભેટ@શિક્ષકઃ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આંબાની ૧૦ હજાર કલમો આપી

અટલ સમાચાર,ડેસ્ક

સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ૨૦૧૮થી સેવાનિવૃત્ત થયા છે. છોટુભાઈ પટેલે તાલુકાની ૧૩૭ જેટલી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦ હજાર જેટલી આંબાની કલમો એનાયત કરીને પર્યાવરણના પડકારો સામે બાથ ભીડી છે.

છોટુભાઈ પટેલ કહે છે કે,  સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. જયારે સ્કુલમાં બાળકોને અભ્યાસ કરાવતો ત્યારે વિજ્ઞાન પ્રદર્શનમાં એક સમયે ધુમાડાના શુધ્ધિકરણનો પ્રોજેકટ પ્રદર્શિત કર્યો હતો. જેને નેશનલ કક્ષાએ લઈ ગયા હતા.

છોટુભાઈએ કહ્યું કે, પર્યાવરણના જતન માટે આપણે પણ કંઈક કરવું જોઈએ તેવા આશયથી મહુવા તાલુકાની ૧૩૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસમાં કરતા ગરીબ બાળકોને પ્રત્યેક બાળકદિઠ એક-એક આંબાની  કલમનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે.

સામાન્ય રીતે એક આંબાની કલમ રૂા.૮૦ થી ૧૦૦ ભાવે મળે છે. છોટુભાઈ કહે છે કે, અમોએ ફેબ્રુઆરીમાં વાંસદા તાલુકાના વણારસી ગામેથી કલમ લાવી મારા ઘરની પાછળના વાડામાં બેડ બનાવીને રોપાણ કર્યું હતું. હાલ ચોમાસાનો સમય હોવાથી કલમથી વૃધ્ધિ સારી રીતે થઈ શકે તે માટે વિતરણ કરવામાં આવ્યું છે.