ખુશખબર@ખેલ જગતઃ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે આઈપીએલ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના કારણે આઈપીએલને પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે આગામી મહિને ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થવાની છે. જુલાઈમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. બીજી તરફ આ વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ વર્ષે વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવશે
 
ખુશખબર@ખેલ જગતઃ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે આઈપીએલ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના કારણે  આઈપીએલને પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે આગામી મહિને ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થવાની છે. જુલાઈમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. બીજી તરફ આ વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ વર્ષે વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવશે તો તેનાથી આઇપીએલ થવાની સંભાવના ઘણી વધી જશે. આ મુદ્દે અંતિમ નિર્ણય આઇસીસી લેશે. આ દરમિયાન આઈપીએલની અસ્થાયી તારીખ સામે આવી ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇનસાઇડ સ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે આઈપીએલનું આ સત્ર થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી બીસીસીઆઈ બધી ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત કરી રહ્યું છે. જોકે વર્લ્ડ કપ સ્થગિત થયા પછી જ તેની અસ્થાયી તારીખ પર કામ કરવામાં આવશે. આઈસીસીની મિટિંગમ 10 જૂને યોજાઈ હતી પણ વર્લ્ડ કપ પર નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. જે જુલાઈમાં કરવામાં આવી શકે છે.

બીસીસીઆઈના એક સભ્યએ જણાવ્યું કે બીસીસીઆઈ આટલા લાંબા સમય સુધી રાહ જોવા માટે તૈયાર નથી. આ કારણે જેવી આઈસીસી મિટિંગ ખતમ થઈ તરત જ ગાંગુલીએ સદસ્ય એસોસિયેશનને પત્ર લખ્યા હતા. આપણે પોતાની યોજનાઓને રોકી શકીએ નહીં. આઈસીસીએ ટી-20 વર્લ્ડ કપ વિશે નિર્ણય કરવાનો છે અને અમારે પોતાની યોજના પર નિર્ણય કરવાનો છે. આ જ કારણે અસ્થાયી વિન્ડોને શૂન્ય કરી દીધી છે અને અમે આ વિન્ડો પ્રમાણે તૈયારી શરૂ કરીશું.