ગુજરાતઃ 2 લાખ લોકોને છેતરી 391 કરોડની ઉચાપત કરનાર ઇસમ ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડીટ કો.ઓં. સોસાયટી લીમીટેડ નામની કો ઓપરેટીવ સોસાયટી શરૂ કરી લાખો લોકોના કરોડો રૂપિયા બેંક દરથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવી અલગ અલગ 228 શાખાઓ ખોલી 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ગુજરાતઃ 2 લાખ લોકોને છેતરી 391 કરોડની ઉચાપત કરનાર ઇસમ ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડીટ કો.ઓં. સોસાયટી લીમીટેડ નામની કો ઓપરેટીવ સોસાયટી શરૂ કરી લાખો લોકોના કરોડો રૂપિયા બેંક દરથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવી અલગ અલગ 228 શાખાઓ ખોલી 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સાથે રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાં લોકોને બેંક કરતા વધુ વ્યાજ આપવાનું કહીને કરોડો રૂપિયાનું રોકાણ સાથે છેતરપિંડી અને વિશ્વાસ ઘાત કરી આરોપી ઉચાપત કરી ને ભાગી છૂટિયાં હતા. ત્યારે આ કો ઓપરેટીવ કંપનીના ભાગેડુ હોદ્દેદાર માનો એક હોદ્દેદાર સુરત ખાતે છે તેવી હકીકત મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી પાડ્યો હતો. જોકે તેની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ સંતોષ ભગવાનદસ જોશી અને નવજીવનકંપનીમાં સલાહકાર હતો. મૂળ રાજસ્થાન બાડમેરનો વતની હોવાની વિગત પોલીસને આપી હતી.

નવજીવન કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી જેની મુખ્ય ઓફીસ રાજસ્થાનના બાડમેર રોડ પર હતી અને ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં 258 જેટલી પેટા બ્રાન્ચો હતી જે સોસાયટીના એમ.ડી.ગીરધરસિંગ સોઢા, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ સીનીયર જનરલ મેનેજર દિનેશ શર્મા અને ચીફ એકાઉન્ડ પરષોત્તમ જાંગીડ હતા. આ કંપનીમાં 2010 માં જોઈન થયા બાદ લોકોને બેંક કરતા વધુ વ્યાજ આપવાની લાલચ આપીને 1,93, 821 લોકો પાસે આજદિન સુધીમાં રૂપિયા રોકાણ કરાવામાં આવ્યુ હતું.