ગુજરાતઃ PSIને 90,000 રૂપિયાની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાંમાં છેલ્લા કેટલાય સમયથી લાંચ રુશ્વત વિરોધી દળ દ્વારા અલગ અલગ જગ્યાએ ભ્રષ્ટ્રાચારીઓના સપાટા બોલાવવામાં આવી રહ્યા છે. એમાં સુરતના સલાબતપુરાના ભ્રષ્ટ્રાચારી PSI નો પણ વારો આવી ગયો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં PSI તરીકેની ફરજ બજાવનાર બ્રિજેશદાન ગઢવીએ આરોપી પાસેથી ફરિયાદમાંથી નામ કઢાવવા 90,000 રૂપિયા લાંચ સ્વરૂપે માંગ્યા હતા. ફરિયાદમાંથી નામ કાઢવા
 
ગુજરાતઃ PSIને 90,000 રૂપિયાની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાંમાં છેલ્લા કેટલાય સમયથી લાંચ રુશ્વત વિરોધી દળ દ્વારા અલગ અલગ જગ્યાએ ભ્રષ્ટ્રાચારીઓના સપાટા બોલાવવામાં આવી રહ્યા છે. એમાં સુરતના સલાબતપુરાના ભ્રષ્ટ્રાચારી PSI નો પણ વારો આવી ગયો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં PSI તરીકેની ફરજ બજાવનાર બ્રિજેશદાન ગઢવીએ આરોપી પાસેથી ફરિયાદમાંથી નામ કઢાવવા 90,000 રૂપિયા લાંચ સ્વરૂપે માંગ્યા હતા.

ફરિયાદમાંથી નામ કાઢવા 90,000 લાંચ માગ્યાની જાણ થતા ભ્રષ્ટ્રાચારી અધિકારીને ઝડપવા એન્ટી કરપશન બ્યુરો દ્વારા મંગળવારે એક ટ્રેપ કરવામાં આવી હતી. આ ટ્રેપની અંદર સલાબતપુરા પોલીસ સ્ટેશનના PSI ગઢવી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ACBએ છટકું ગોઠવીને સલાબતપુરાના PSIની ધરપકડ કરી છે.

હાલ એસીબીએ પીએસઆઈ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ ACB એ તેમના જ એક PIને 10 લાખની રુશ્વત માંગતા રંગે હાથ ઝડપ્યા હતા. આ ઉપરાંત 10 કરોડથી પણ વધુની બેનામી સંપત્તિનો સૌથી મોટો ગુનો પણ ACB એ સુરતમાં જ નોંધ્યો છે. રાજ્યમાં લાંચરૂશ્વતને નાથવા માટે એન્ટિ કરપ્શન બ્યૂરોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમના વિભાગ દ્વારા રાજ્યમાં આવતા વર્ષે તમામ સરકારી વિભાગોમાં સપાટો બોલાવવામાં આવશે.