ગુજરાત: અમદાવાદ બાદ હવે આ શહેરમાં આજે સૌથી વધુ કોરોનાના કેસ

અટલ સમાચાર, ડેસ્ક અત્યાર સુધી ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. પણ લાગે છે કે, સુરત શહેર પણ જલ્દી જ આ મામલે અમદાવાદને ઓવરટેક કરી લેશે. આજે પહેલીવાર આંકડા બતાવે છે કે, અમદાવાદ કરતા સુરતમાં કેસનો આંકડો વધુ છે. આજે ગુજરાતમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 50 તો સુરતમાં 69 નવા કેસ નોંધાયા
 
ગુજરાત: અમદાવાદ બાદ હવે આ શહેરમાં આજે સૌથી વધુ કોરોનાના કેસ

અટલ સમાચાર, ડેસ્ક

અત્યાર સુધી ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. પણ લાગે છે કે, સુરત શહેર પણ જલ્દી જ આ મામલે અમદાવાદને ઓવરટેક કરી લેશે. આજે પહેલીવાર આંકડા બતાવે છે કે, અમદાવાદ કરતા સુરતમાં કેસનો આંકડો વધુ છે. આજે ગુજરાતમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 50 તો સુરતમાં 69 નવા કેસ નોંધાયા છે.

આ નવા કેસ સુરતના લંબે હનુમાન રોડ, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલગેટ, લિંબાયતમાં નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં સુરતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338 પર પહોંચી છે. સુરત શહેરના 325 અને જિલ્લાના 13 દર્દી છે. આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી મૃત્યુનો આંક 11 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ એક શંકાસ્પદનું પણ મોત થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત પોલીસ દ્વારા સેનિટાઇઝિંગ વ્હીકલ વેન શરૂ કરવામાં આવી છે. શહેરના ટ્રાફિક પોઈન્ટ અને કરફ્યૂગ્રસ્ત વિસ્તારમાં સેનિટાઇઝિંગ વ્હીકલ જશે. આ વેન ટીઆરબી અને પોલીસ જવાનોને પણ સેનેટાઈઝ કરશે. સેનિટાઇઝિંગ વ્હીકલ વેનમાં ઇન્વેટરની સુવિધા મૂકાઈ છે. કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, ટીઆરબીના જવાનો તમામની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પ્રથમ વેન શરૂ કરવામાં આવી છે. જેના બાદ તબક્કાવાર અલગ અલગ ઝોનમાં કાર્યરત કરવામાં આવશે.