ગુજરાત: કોરોના બાદ વધુ એક ખતરનાક બીમારી, સુરતમાં મળ્યો પ્રથમ કેસ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત સહિત આજે આખા દેશભરના લોકો કોરોના વાયરસથી ત્રસ્ત છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસે 12 લાખથી વધુ લોકોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. જ્યારે લગભગ 29 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન એક નવી બીમારીએ ભારતમાં દસ્તક કરી છે. તેનું નામ છે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટી સિન્ડ્રોમ (Multisystem Inflammatory Syndrome) તેને
 
ગુજરાત: કોરોના બાદ વધુ એક ખતરનાક બીમારી, સુરતમાં મળ્યો પ્રથમ કેસ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સહિત આજે આખા દેશભરના લોકો કોરોના વાયરસથી ત્રસ્ત છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસે 12 લાખથી વધુ લોકોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. જ્યારે લગભગ 29 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન એક નવી બીમારીએ ભારતમાં દસ્તક કરી છે. તેનું નામ છે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટી સિન્ડ્રોમ (Multisystem Inflammatory Syndrome) તેને MIS-C પણ કહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં તેનો પ્રથમ કેસ સામે આવ્યો છે. MIS-Cના કેસ યૂરોપ અને અમેરિકાથી આવી રહ્યા હતા. રિપોર્ટ મુજબ 10 વર્ષના બાળકમાં આ બીમારીના લક્ષણ જોવા મળ્યા હતા. પરિજનોના જણાવ્યા મુજબ, બાળકને પહેલા ઉલ્ટી, ઉધરસ અને બાદમાં ઝાડા થઈ ગયા. ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાદમાં બાળકની આંખ અને હોઠ લાલ પડવા લાગ્યા.

સમગ્ર મામલે ડૉક્ટર આશીષ ગોટી મુજબ, બાળકના શરીરમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટી સિન્ડ્રોમના લક્ષણ જોવા મળ્યા. બાદમાં ડૉક્ટરોએ એવું પણ કહ્યું કે બાળકના હૃદયમાં લોહી પણ 30 ટકા જ પંપ થઈ રહ્યું હતું. આ ઉપરાંત નસોમાં પણ સોજો આવી ગયો હતો. રાહતની વાત એ છે કે 7 દિવસ બાદ બાળકને હૉસ્પિટલથી રજા આપવામાં આવી.

MIS-C શું છે?

મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ વિશે દુનિયાભરના ડૉક્ટરોને વધુ જાણ નથી. તેને લઈને હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. આ વર્ષે મે મહિનામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ લોકોને ચેતવ્યા પણ હતા.

આ બીમારીના કેટલાક લક્ષણો

  • 0-19 વર્ષના બાળકોમાં 3 દિવસથી વધુ તાવ આવવો
  • શરીર પર દાણા આવવા, પ્યુલુલેન્ટ મોં, હાથ અને પગમાં સોજા
  • બ્લડ પ્રેશર ઓછું રહેવું
  • ડાયરિયા, પેટમાં દુખાવો, પેટના નીચલા હિસ્સામાં દુખાવો, આવું થતા આપણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.