પ્રતિકાત્મક તસવીર
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં એક તરફ કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. આર્થિક ગતિવિધિ બંધ હોવાને કારણે અનેક લોકો પરેશાન છે. ત્યારે ખેડૂતો પણ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. એક તરફ ગરમી વધી રહી છે, તો રાજ્યમાં ઘણી જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પણ પડી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં અમુક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. તો આજે જામનગર, અમરેલી, કચ્છ, અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક તરફ લૉકડાઉનને કારણે ખેડૂતો પોતાનો પાક વેંચી શકતા નથી. તો બીજીતરફ કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. ઘણી જગ્યાએ તો ખેતરોમાં પાણી ભરાય ગયા છે. જેથી પાકને નુકસાન થઈ રહ્યું છે. આજે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. કાલાવડ પંથકના ફગાસ, નવાગામ અને ભાંગડા સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે.

કચ્છના ભચાઉના અમુક ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આમરડી, મોરગર આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તો અમરેલી જિલ્લાના જાળીયા ગામ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં પણ ફરી વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે, ગઈકાલે પણ જેતપુર-ધોરાજી પંથકમાં વરસાદ આવતા ખેતરોમાં રહેલો ખેડૂતોનો પાક ધોવાયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code